મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યના પૂત્રનાજન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

- text


 

આપવાના આનંદ હેઠળ ઝૂંપટપટ્ટીના 700 બાળકોને સ્વાદિષ્ટ ભોજન જમાડી જન્મદિવસની ઉજવણી કરી

મોરબી : મોરબીમાં જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યના પ્રેમાળ પુત્રની જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી .જેમાં ઝૂંપટપટ્ટીના 700 બાળકોને સ્વાદિષ્ટ ભોજન જમાડીને જન્મદિવસની ઊજવણી કરવામાં આવી હતી.

- text

યંગ ઇન્ડિયા ગ્રૂપ ની પરંપરા રહી છે કે જન્મ દિવસ ની ઉજવણી એક અલગ રીતે સામાજિક ચેતના જાગૃત કરતી અને સામાજિક સંબંધી ઉજવણી કરીને સમાજને નવો રાહ ચિધવામાં આવે છે. દરમિયાન યંગ ઇન્ડિયા ગ્રૂપના સભ્ય ચેતનભાઇ ચારોલા (ગુજરાત ગેસ)ના પુત્ર ચિરંજીવી માહિલનો આજે પ્રથમ જન્મદિવસ હતો .આથી તેમના પ્રેમાળ પુત્રના જન્મદિવસ નિમિત્તે યંગ ઇન્ડિયા ગ્રૂપ ની પરંપરા અનુસાર જન્મદિવસની અનોખી ઉજવણી ના ભાગરૂપે આપવાનો આનંદ કાર્યક્રમ હેઠળ મોરબી શહેર વિસ્તારમાં આવેલ અલગ-અલગ ઝુંપડપટ્ટી વિસ્તારોમાં આશરે ૭૦૦ બાળકોને સ્વાદિષ્ટ મીઠાઈ સાથેનો ભોજન જમાડીને અનોખી ઉજવણી કરીને બાળ રાજાઓના રાજને સાર્થક ઉજવણી કરવાનો પ્રયાસ કર્યો હતો યંગ ઇન્ડિયા ગ્રૂપ ની આ વિચાર ધારા તમામ લોકો અનુસરે અને સમાજની અંદર ભાઈચારો તથા સમાનતા ના સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુ થી આ આયોજનો કરવામાં આવે છે તો સમાજના દરેક વર્ગ દરેક વ્યક્તિઓ જન્મદિવસની પોતાના અથવા પોતાના સ્નેહીજનોના જન્મદિવસ ની ઉજવણી સાર્થક કરે તેવો મેસેજ આપ્યો છે.

- text