મોરબી : આરોગ્ય કર્મચારી દ્વારા પડતર પ્રશ્ને સરકારને ઢંઢોળવા નવતર કાર્યકમોનું આયોજન

- text


 

ઉગ્ર અદોલન કરવાને બદલે લોકોને મદદરૂપ થવા આરોગ્ય કર્મચારીઓ માસ સી.એલ મૂકી રામધૂન, સફાઈ અભિયાન અને રક્તદાન કરશે

મોરબી : મોરબી જિલ્લાના આરોગ્ય કર્મચારીઓએ પડતર પશ્ને સરકાર સામે બાયો ચડાવીને લડતના મંડાણ કર્યા છે.જો કે ઉગ્ર આંદોલન કરી ભારે દેખાવો કરવાને બદલે લોકોને મદદરૂપ થવા માસ સી.એલ મૂકી રામધૂન તથા સફાઈ અભિયાન અને રક્તદાન કેમ્પ યોજીને નવતર રીતે સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કરશે

- text

મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ પોતના પડતર પ્રશ્ને સરકાર સામે તબબકા વાર આંદોલન ચલાવી રહ્યા છે.અને આરોગ્ય કર્મચારીઓ જુદાજુદા કાર્યક્રમો આપીને સરકારને તેમના પડતર પશ્ને ઉદાસીન વલણ છોડવાની માગ કરી રહ્યા છે.પરંતુ સરકાર ઉદાસીન વલણ ન છોડતા આરોગ્ય કર્મચારીઓએ નવતર કાર્યકમોનું આયોજન કર્યું છે.જેમાં મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ આરોગ્ય કેમચારીઓ નવતર રીતે જ આંદોલન ચલાવશે. અદોલન ઉગ્ર બનાવવાને બદલે સેવાકીય કાર્યક્રમો આપીને જરીરીયાતમદોને મદદરૂપ થવાની સાથે પોતાની માગણી બુલંદ બનાવશે.તા.6 ફ્રેબ્રુઆરીએ આરોગ્ય કર્મચારીઓ સામુહિક માસ સી એલ પર ઉતરીને રામધૂન અને સફાઈ અભિયાન ચલાવશે.તેમજ ગરીબ દર્દીઓ અને સર્ગભા મહિલાઓને મદદરૂપ થવા માટે મોરબી જિલ્લા પંચાયતના સભાખડમાં તા.6ના રોજ સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છું જેમાં મોરબી જિલ્લાના તમામ આરોગ્ય કર્મચારીઓ રક્તદાન કરીને અનોખી રીતે પોતાની માંગણીને સરકાર સુધી પહોંચાડવાનો હકારાત્મક પ્રયાસ કરશે.

- text