વાંકાનેરના અલગ અલગ સ્થળેથી બે યુવતી ગુમ

- text


વાંકાનેર : વાંકાનેર શહેરના બે અલગ અલગ વિસ્તારોમાંથી બે યુવતી ગુમ થઈ છે. વાંકાનેર પોલીસે આ બન્ને યુવતીની ગુમસુદા નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરની મોમીન શેરીમાં રહેતી ફરહીનબેન હુસેનભાઈ પીલુંડિયા નામની યુવતી તા.30ના રોજ બપોરના સમયે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી.બાદમાં તે સમયસર પરત ન ફરતા તેના પરિવારજનોએ શોધખોળ કરી હતી.પરંતુ આજદિન સુધી તેણીનો પતો ન લાગતા આજે તેમના પરિવારજન અસગરભાઈ હુસેનભાઈ પીલુડિયાએ યુવતીની પોલીસમાં ગુમસુદા નોધાવી છે.જ્યારે બીજા બનાવમાં વાંકાનેરના દીવાનપરામાં રહેતી જેનમબેન નૂરમામદભાઈ કારીયાણી નામની યુવતી ગત તા.31 જાન્યુઆરીએ ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી .ત્યારબાદ તેણીનો પતો ન લાગતા આજે તેના પિતા નૂરમામદભાઈએ તેની પુત્રીની ગુમસુદા નોધાવી હતી. વાંકાનેર પોલીસે બન્ને યુવતીની ગુમસુદા નોંધી શોધખોળ હાથ ધરી છે.

va

- text