કાલથી મોરબી જિલ્લાની તમામ ખાનગી શાળાઓ અચોક્કસ મુદત માટે બંધ

- text


ટંકારા લાઈફ લિંક્સ શાળાના શિક્ષકો અને સંચાલક વિરુદ્ધ ખોટી એસ્ટ્રોસિટી ફરિયાદનો પ્રચંડ વિરોધ

મોરબી : ટંકારાની ખાનગી શાળાના સંચાલક અને ચાર શિક્ષકો વિરુદ્ધ કોઈપણ જાતની તપાસ વગર ખોટી રીતે એસ્ટ્રોસિટી ફરિયાદ દાખલ કરવામાં આવતા મોરબીના શિક્ષણ જગતમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે અને આ મામલે આવતીકાલથી જિલ્લાની ૩૦૦થી વધુ ખાનગી શાળાઓ અચોક્કસ મુદત માટે બંધ કરવા સેલ્ફ ફાયનાન્સ શાળા સંચાલક મંડળે જાહેર કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લાનાં ટંકારા તાલુકાની લાઈફ લિંક સ્કુલના ૪ શિક્ષકો અને સંચાલક ઉપર શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કર્યા વિના ઍટ્રોસિટીનાં કાયદાનો ગેર ઉપયોગ કરી ખોટી ફરીયાદ દાખલ કરવામાં આવતા મોરબી જિલ્લાની તમામ સેલ્ફ ફાયનાન્સ શાળાઓ આવતીકાલ તા.2-2-2019 થી અચોક્કસ મુદત સુધી બંધ રાખવાનો મોરબી જીલ્લા સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળે નિર્ણય કરેલ છે.

- text

વધુમાં હાલ શાળાઓમાં ચાલતી દ્વિતીય પરીક્ષા પણ મુલતવી રાખવામાં આવી છે. મોરબી જીલ્લામાં ૧૦ દિવસ પહેલાં શ્રી કડવા પાટીદાર કેળવણી મંડળ સંચાલિત મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલય જોધપરમાં પણ આવી ઘટના બની હતી. જેથી આવી ઘટનાઓ વારંવાર બનાવથી મોરબી જિલ્લાના શિક્ષણ જગતમાં ચિંતાનો માહોલ છવાયો છે અને આવતીકાલથી અચોક્કસ મુદત માટે શાળા – કોલેજ બંધનું એલાન આપી આ મામલે જિલ્લા પોલીસવડા અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી વિરોધ પ્રદર્શન કરવામાં આવનાર હોવાની શાળા સંચાલક મંડળના પ્રમુખ મનોજ ઓગણજાએ અંતમાં જણાવ્યું હતું.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text