હળવદમા સાડા ત્રણ કરોડની છેતરપીંડી આચરનાર શખ્સ અંતે પકડાયો

- text


હળવદ : હળવદમા સાડા ત્રણ કરોડની છેતરપીંડી આચરનાર શખ્સ છેલ્લા સાત મહિનાથી નાસતો ફરતો હોય અંતે એસઓજીની ટીમે આ શખ્સને અમદાવાદથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદ પોલીસ મથકના સાડા ત્રણ કરોડની છેતરપીંડી કરવાના કેસમાં છેલ્લા સાત માસથી નાસતા ફરતા આરોપી નવીનચંદ્ર રામચંદ્ર ઠક્કર ઉ.વ. ૫૭ રહે. વાસણા- અમદાવાદવાળાને મોરબી એસઓજીની ટીમે તેના રહેણાંક મકાનમાંથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text