મોરબીમાં દારૂ પીધેલી હાલતમાં ચાર ઝડપાયા : દેશી દારૂ સાથે મહિલા પકડાઈ

મોરબી : મોરબીમાં દારૂ પીધેલી હાલતમા ફરતા ચાર શખ્સોને પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે એક મહિલાને દેશી દારૂના જથ્થા સાથે પણ પકડી પાડવામાં આવી હતી.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી પોલીસે નવલખી ફાટક પાસેથી ભાવેશભાઇ ગગુભાઇ અવાડીયા, યાસીફભાઇ ગુલામભાઇ અજમેરી,
શનાળા ધૂનડા રોડ પરથી જીવણભાઇ અવચરભાઇ પરમાર, વિશિપરામાંથી ઉમેશભાઇ જગમાલભાઇ અદગામાને પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા. આ સાથે દેશી દારૂના જથ્થા સાથે વિશિપરામાંથી રેવીબેન ધોધાભાઇ કુરીયાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

u