મોરબીની નવયુગ કોલેજના તાલીમાર્થીઓ દ્વારા સતત શિક્ષણ કાર્યક્રમ યોજાયો

- text


તાલીમાર્થીઓએ માધાપરવાડી શાળામાં પાંચ દિવસ સુધી વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું : અંતિમ દિવસે વિદ્યાર્થીઓ માટે વિવિધ રમતોનું આયોજન

મોરબી : નવયુગ બી.એડ.કોલેજના તાલીમાર્થીઓ દ્વારા માધાપરવાડી કન્યા શાળા ખાતે સતત શિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સતત પાંચ દિવસ સુધી બધી જ તાલીમાર્થી બહેનો ખૂબ જ નિષ્ઠાપૂર્વક, સફળતાપૂર્વક, આનંદપૂર્વક તન,મન અને ધનથી તમામ વિદ્યાર્થીનીઓને શિક્ષણ આપ્યું હતું. આ સાથે અંતિમ દિવસે વિદ્યાર્થીઓ માટે વિવિધ રમતો યોજવામાં આવી હતી.

કાર્યક્રમના અંતિમ દિવસે લીંબુ ચમચી,કોથળા દોડ,ટાર્ગેટ બોલ,સંગીત ખુરશી વગેરે રમતો રમાડી હતી અને રમતમાં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનાર અને ભાગ લેનાર તમામ વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહક ઇનામો તાલીમાર્થી બહેનો તરફથી અર્પણ કરવામાં આવ્યા હતા. તમામ તાલીમાર્થી અને શાળાની વિદ્યાર્થીની દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. તમામ તાલીમાર્થીઓને દિનેશભાઈ વડસોલા તરફથી પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા અને સતત શિક્ષણ માટે માધાપરવાડી કન્યા શાળા પસંદ કરવા બદલ નવયુગ સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાનો આભાર માન્યો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા નવયુગ બી.એડ.કોલેજના પ્રોફેસર ભાવેશભાઈ આકોલાએ સતત હાજર રહી જહેમત ઉઠાવી હતી તેમજ એમ.પી.શેઠ ગલ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ઉષાબેન જાદવે હાજર રહી પ્રેરણા અને પ્રોત્સાહન પુરૂ પાડ્યા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

 

- text