વાંકાનેરમાં ગુજરાતનું સૌથી મોટું ફેસબુક પેજ “શું તમે ખેડૂત છો?” હેક થયું

હુશેન પંચાસિયાનું ૨,૨૨,૦૦૦ ફોલોઅર્સ ધરાવતું “શુ તમે ખેડૂત છો?” ફેસબુક પેજ ૨૯ તારીખે હેક થયું, ૩૧ તારીખે મોરબી જિલ્લા પોલીસ વડા મારફત સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી.

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામના વતની હુસેનભાઈ સિપાઈએ જિલ્લા પોલીસ વડાની કચેરીએ પોતાના ફેસબુક પેજ હેક થવા બાબતે ફરિયાદ નોંધાવી છે.
હુસેનભાઈ વાંકાનેર ખાતે કૃષિ ઉદય ફાર્મર કંપનીના નામે ખેડૂત ઉપયોગી સામગ્રીનો વેચાણ કરવાની પ્રવૃત્તિ કરે છે તથા ફેસબુક પર ખેડુતોને ઉપયોગી માહિતી મળી રહે તે હેતુથી “શું તમે ખેડુત છો? તો આ પેજ like કરો જોઈએ fb માં કેટલા ખેડુત છે” ના નામે ફેસબુક પેજ ચલાવતાં હતાં આ ફેસબુક પેજ ના 2.22000 થી પણ વધુ ફોલોઅર્સ હતા આ પેજ ગુજરાતનું સૌથી મોટું ખેડુત લક્ષી ફેસબુક પેજ હતું. આ પેજ ના માધ્યમથી તેઓ આંતરરાષ્ટ્રીય ખેતીની માહિતી ગુજરાતના ખેડૂતો સુધી પહોંચાડતાં તથા ખેડૂતલક્ષી સરકાર દ્વારા આપવામાં આવતી સ્કીમની માહિતી પણ ખેડુત સુધી પહોંચાડતાં આ પેજના માધ્યમથી વિદેશથી ખેડૂત મિત્રો પણ હુસેનભાઈ ને મળવા આવતાં અને પોતાના વિચારોની આપ-લે કરતા હતા.

તારીખ 29/1/2019 ના મંગળવારના રોજ રાત્રે આ પેજ હેકર દ્વારા હેક કરવામાં આવ્યું છે અને હુસેનભાઈને એડમીન માંથી રિમુવ કરેલ છે આ પેજ નો દુરુપયોગ કરી હેકર ઉશ્કેરણીજનક વિડીયો કે સાહિત્ય મૂકી શકે છે એવી ફરિયાદ હુસેન ભાઈ એસપી સાહેબ ને કરી હતી.
જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં હુસેનભાઈની સાથે વાંકાનેર પ્રેસ ક્લબ ઓફ વાંકાનેરના પ્રમુખ અયુબ માથકિઆ (કપ્તાન) અને ઉપપ્રમુખ હરદેવસિંહ ઝાલા તથા ઇલમુદ્દીન બાદીએ સાથે જઈને એસપી સમક્ષ સૌ પ્રથમ આ પેજ માં કોઈ અયોગ્ય માહિતી પ્રસિદ્ધ ન થાય તે માટે તેમને બ્લોક કરીને અને હેકરની સામે કાયદાકીય કાર્યવાહી કરી અને આ પેજના એડમિન તરીકે ફરી પાછા હુશેન સિપાઈ આવે તે માટેની રજૂઆત કરી હતી. આ બાબતે એસ.પી. ડો.કરણરાજ વાઘેલાએ પણ અંગત રસ લઈને એલ.સી.બી ને આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરીને, ઝડપથી આ પેજના એડમિન તરીકે હુશેન સિપાઈ પાછા આવે તેવું કરવાની સૂચના આપી હતી.