મોરબી જિલ્લાના ૨૭ પોલીસકર્મીઓની આંતરિક બદલી કરતા એસપી

- text


મોરબી : મોરબી જિલ્લાના ૨૭ પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા દ્વારા આજે બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે.

જેમાં મોરબીમાં ફરજ બજાવતા સતીશકુમાર સરૈયાની હળવદ, નજરૂદિન મશાકપુરાની વાંકાનેર તાલુકા, દેવશીભાઈ મોરીની મોરબી સીટી બી ડિવિઝન, માણસુરભાઈ ડાંગરની મોરબી સીટી એ ડિવિઝન, રીટાબેન ચાવડાની પો.હેડ.કવા.,મીનાબેન તારખુંદીયાની હળવદ, સુખદેવભાઈ પરમારની હળવદ, દેવેન્દ્રસિંહ વાઘેલાની બી.ડી.ડી.એસ., કિશોરભાઈ મોલગામાની મોરબી તાલુકા, સાલેમામદ સુમરાની સીટી ટ્રાફિકમા બદલી કરવામાં આવી છે.

- text

આ સાથે વાંકાનેર સીટી પોલીસમાં ફરજ બજાવતા તેજાભાઈ ગરચરની મોરબી સીટી એ ડિવિઝન, શક્તિસિંહ પરમારની હળવદ, ઇકબાલભાઈ સુમરાની મોરબી સીટી બી ડિવિઝન, વનરાજસિંહ ઝાલાની પો.હેડ.કવા. તેમજ ટંકારા પોલીસમાં ફરજ બજાવતા નૂરમામદભાઈની પો.હેડ. કવા., રેખાબેન બારૈયાની પો.હેડ. કવા.,દેવાયતભાઈ ડાંગરની મહિલા પો.સ્ટે., મહિલા પોલીસમાથી માવાભાઈ ધ્રાંગાની ટંકારા અને માળિયા ફરજ બજાવતા અમૃતલાલ અઘેરાની વાંકાનેર સીટી, સંજયભાઈ બાલાસરાની મોરબી સીટી એ ડીવીઝન, હરદેવસિંહ રાઠોડની મોરબી સીટી એ ડિવિઝન, લલિતકુમાર પરમારની હળવદ, મુમાભાઈ ક્લોત્રાની હળવદ બદલી કરાઈ છે.

આ ઉપરાંત હળવદ પોલીસ મથકે ફરજ બજાવતા રમેશચંદ્ર મિયાત્રાની મોરબી સીટી બી ડીવીઝન, ભાવેશકુમાર મિયાત્રાની મોરબી સીટી એ ડિવિઝન, ભીમભાઈની મોરબી સીટી એ ડિવિઝન, વસંતભાઈ વઘોરાની મહિલા પો.સ્ટે. અને તેજશકુમાર વિડજાની મોરબી તાલુકા પોલીસ મથકે બદલી કરાઈ છે.

 

- text