મોરબી : લાંચિયા સીટી સર્વેયર લોદરિયાના જામીન નામંજૂર

- text


અપ્રમાણસરની મિલકતનો કેસ ચાલતો હોવાથી કોર્ટ તેની જામીન અરજી ફગાવી

મોરબી : મોરબી લાંચ કેસમાં એસીબીની ઝપટે ચડેલા લાંચિયા સીટી સર્વેયર લોદરિયાની જામીન પર છૂટવાની અરજી કોર્ટે ફગાવી દીધી હતી. જેમાં તેની વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો કેસ ચાલતો હોવાથી કોર્ટ તેની જામીન અરજીને નકારી કાઢી હતી.

- text

મોરબીમાં મકાનની વેચાણની નોંધ પડાવવાના બદલામાં રૂ.5 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયેલા સીટી સર્વેયર જ્યેન્દ્ર જયવંતલાલ લોદરિયાની કસ્ટડી દરમ્યાન તપાસમાં અનેક પ્રકારની નાણાકીય ગોલમાલ બહાર આવી હતી.તેના બેંક એકાઉન્ટ તથા ઘરની જડતી દરમ્યાન રૂ.8 લાખ મળી આવ્યા હતા . તેના ઘરે આ મળેલી 8 લાખની રકમ અંગે લોદરિયા સામે અલગથી અપ્રમાણસરની મિલકત અંગે ગુનો નોંધાયો હતો .દરમ્યાન આ લાંચિયા સીટી સર્વેયરે જમીન પર છૂટવા માટે કોર્ટમાં અરજી કરી હતી.જેની સુનાવણીમાં સરકારી વકીલ વિજય જાનીએ એવી દલીલ કરી હતી કે આરોપી વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો કેસ ચાલતો હોય તે જો જામીન પર છૂટી જાય તો કેસને અસર પહોંચે તેમ તેવી ધારદાર દલીલ કરતા કોર્ટે આ દલીલને વ્યાજબી ઠેરવીને જામીન અરજી નામંજૂર કરી હતી.

 

- text