મોરબી : અનાથ આશ્રમના બાળકો સાથે જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

મોરબી : મોરબીના સામાજિક અગ્રણી સુરેશભાઈ આદ્રોજાના પુત્રનો જન્મદિવસ અનાથ આશ્રમના બાળકો સાથે ઉજવીને સમાજને પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

મોરબીના નીલકંઠ ગૃપના આગેવાન સુરેશભાઈ આદ્રોજાના લાડકવાયા પુત્ર હેપીનો આજે જન્મદિવસ હતો. ત્યારે આજે મધર ટેરેસા અનાથ આશ્રમના બાળકો સાથે પુત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઊજવણી કરી હતી. આ સાથે હેપી અને તેમના મિત્રોએ અનાથ બાળકો સાથે આનંદ કરીને પોતાના જન્મદિવસની ઉજવણીને ખરા અર્થમા સાર્થક બનાવી હતી.