મોરબી પાલિકામાં કમિટી રચનામાં ભાજપના મનાઈ હુકમ સામે કોંગ્રેસેનો સ્ટે

- text


મોરબી પાલિકામાં કમળને પંજાની ફટકાર : વટભેર કમિટી રચના કરી ભાજપ રાજના ખર્ચા પેન્ડિંગ રાખતા કોંગી શાસકો : ૧૮ કમિટીમાં નવા સુકાનીઓ તથા ચાર સંસ્થામાં પ્રતિનિધિ સભ્યોની નિમણુંક : નટરાજ ફાટકે ઓવરબ્રિજ મંજુર કરાયો

મોરબી : મોરબી નગર પાલિકાના રાજકારણમાં આજે સવારથી શરૂ થયેલ રાજકીય દાવપેચમાં પહેલા ભાજપે જનરલ બોર્ડમાં કમિટી રચના અંગે પ્રાદેશિક કમિશનરમાંથી સ્ટે લાવી હડકંપ મચાવ્યા બાદ કોંગ્રેસે હુકમનો એક્કો કાઢી નગરપાલિકા કમિશનરના સ્ટે ઉપર હાઇકોર્ટનો સ્ટે લાવી વટભેર ૧૮ કમિટીની રચના કરી ચાર સંસ્થામાં પ્રતિનિધિ સભ્યોની નિમણુંક પણ કરી દેતા કમળ ઉપર પંજો ભારી પડ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી પાલિકામાં આજે મળનાર જનરલ બોર્ડ પૂર્વે ભાજપના સદસ્ય ભાવેશ કણઝારિયાએ પ્રાદેશિક નગરપાલિકા કમિશનર કચેરીમાંથી અરજન્ટ સ્ટે મેળવી કોંગી શાસકોની કમિટી રચનાના એજન્ડા ઉપર પાણી ફેરવી દીધું હતું.

તો બીજી તરફ કોંગ્રેસની થિંક ટેન્ક પણ લડી લેવાના મૂડ સાથે મેદાને ઉતરી હતી અને નગરપાલિકા કમિશનરના અરજન્ટ સ્ટે ઓર્ડર સામે હાઇકોર્ટમાં દોડી જઇ સ્ટે ઉપર સ્ટે મેળવી આજે મળેલા જનરલ બોર્ડમાં ૧૮ જુદી – જુદી કમિટીની રચના કરવા ઉપરાંત ચાર સંસ્થાઓમાં વટભેર પ્રતિનિધિઓની નિમણુંક બહુમતીથી મંજુર કરી ભાજપને બરાબરનો જવાબ આપ્યો હતો.

આ ઉપરાંત આજના જનરલ બોર્ડમાં કોંગી શાસકોએ ભાજપનો બરાબરનો દાવ લેવા માટે અગાઉના ભાજપ રાજ સમયના તમામ ખર્ચને બહાલ રાખવાને બદલે પેન્ડિગ રાખતા પાલિકામાં ભાજપે આ મુદ્દાને મતદાન ઉપર લેતા ભાજપના ૨૧ સામે કોંગ્રેસના ૨૪ મતે બહુમતીથી નિર્ણય લેવામાં આવતા ભાજપે સાધારણ સભા છોડી નગરપાલિકામાં કોંગી શાસકોના રાજમાં પાલિકાની આવક ઘટવા ઉપરાંત શહેરની અવદશા બેઠી હોવાના આક્ષેપ પણ લગાવ્યા હતા.

મોરબીના નગરજનો માટે પાલિકાનું આજનું જનરલ બોર્ડ ખુશીઓ લાવ્યું છે જેમાં નટરાજ ફાટકે ઓવરબ્રિજ બનાવવાની દરખાસ્તને મંજુરીની મહોર મારવામાં આવી હતી જો કે, અન્ય દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી હતી.

જ્યારે આ બોર્ડ દરમિયાન નવી કમિટીની રચના કરીને ચેરમેનોની નિમણૂક કરવામાં આવી હતી.

જેમાં પાલિકાની એક્ઝિક્યુટિવ કમિટીમાં ચેરમેન તરીકે ખોડીદાસ ભાગીયા, સભ્ય તરીકે અશોકભાઈ કંઝારીયા, કાનજીભાઈ નકુમ, નવીનભાઈ ધૂમલિયા, જશવંતીબેન શિરોહિયા, જેતુનબેન લઢુર, જયદીપસિંહ રાઠોડ, ભવિનભાઈ ઘેલાણી, રાજેશભાઇ ચારોલા, જીતેન્દ્રભાઈ ફેફર, ભાનુબેન નગવાડિયાને નીમવામાં આવ્યા હતા.

કંટ્રોલીંગ કમિટીમાં ચેરમેન તરીકે જયદીપસિંહ રાઠોડ, સભ્ય તરીકે નાજીમાબેન મકરાણી, અરજણભાઈ કંઝારીયા, નવીનભાઈ ધૂમલિયા, દયાબેન સોલંકીને નીમવામાં આવ્યા હતા.

- text

વોટર વર્કસ કમિટીના ચેરમેન તરીકે જેતુનબેન લઢુર, સભ્ય તરીકે રાજેશભાઇ ચારોલા, કાનજીભાઈ નકુમ, જશવંતીબેન શિરોહિયા, ભાનુબેન નગવાડિયાની નિમણૂક કરાઈ હતી. પવડી કમિટીના ચેરમેન તરીકે ઇદરીશભાઈ જેડા, સભ્ય તરીકે નવીનભાઈ ધૂમલિયા, અશોકભાઈ કંઝારિયા, દયાબેન સોલંકી, જયદીપસિંહ રાઠોડની નિમણૂક કરાઈ હતી.

અધર ટેક્સ કમિટીમાં ચેરમેન તરીકે કાનજીભાઈ નકુમ, સભ્ય તરીકે રાજેશભાઇ ચારોલા, કુલસુમલબેન રાઠોડ, પ્રીતિબેન સરડવા, ભાનુબેન નગવાડિયા નિમાયા હતા.

સેનિટેશન કમિટીમા ચેરમેન તરીકે અશોકભાઈ કાંજીયા, સભ્ય તરીકે અરજણભાઈ કંઝારિયા, જીતેન્દ્રભાઈ ફેફર, જશવંતીબેન શિરોહિયા, જયશ્રીબેન પરમાર નિમાયા હતા.

હેલ્થ એન્ડ હાઇજિન કમિટીના ચેરમેન તરીકે જયશ્રીબેન પરમાર, સભ્ય તરીકે કુલસુમબેન રાઠોડ, પ્રીતિબેન સરડવા, ભાવિનભાઈ ઘેલાણી, કાનજીભાઈ નકુમની નિમણૂક કરાઈ હતી.

જ્યારે ગાર્ડન સમિતિમાં ચેરમેન તરીકે દયાબેન સોલંકી, નવીનભાઈ ધૂમલિયા, અરજણભાઈ કંઝારિયા, ભાનુબેન નગવાડિયા, અરુણાબા જાડેજાને નીમવામાં આવ્યા હતા.

રૂલ્સ એન્ડ બાયલોજ કમિટીમા ચેરમેન તરીકે અસ્મિતાબેન કોરિંગા, સભ્ય તરીકે નાજીમાબેન મકરાણી, ભાનુબેન નગવાડિયા, બીપીનભાઈ દેત્રોજા, કાનજીભાઈ નકુમની નિમણૂક કરાઈ હતી.

હાઉસ ટેક્સ કમિટીમાં ચેરમેન તરીકે પ્રીતિબેન સરડવા, સભ્ય તરીકે ખોડીદાસ ભાગીયા, અશોકભાઈ કંઝારિયા, અસ્મિતાબેન કોરિંગા, દયાબેન સોલંકી નિમાયા હતા.

રોશની કમિટીમાં ચેરમેન તરીકે ગૌરીબેન દશાડિયા, જયદીપસિંહ રાઠોડ, નવીનભાઈ ધૂમલિયા, કાનજીભાઈ નકુમ, કુલસમબેન રાઠોડની નિમણૂક કરાઈ હતી.

ટાઉન પ્લાનીંગ કમિટીમાં ચેરમેન તરીકે જિતેન્દ્રભાઈ ફેફર, સભ્ય તરીકે નવીનભાઈ ધૂમલિયા, બીપીનભાઈ દેત્રોજા, જયદીપસિંહ રાઠોડ, ભાનુબેન નગવાડિયા, અશોકભાઈ કંઝારીયાની નિમણૂક કરાઈ હતી.

પરચેસ કમિટીમાં ચેરમેન તરીકે અશોકભાઈ કંઝારિયા, સભ્ય તરીકે જેતુનભાઈ લઢુર, જશવંતીબેન શિરોહિયા, જીતેન્દ્રભાઈ ફેફર, અરૂણાબા જાડેજા નિમાયા હતા.

ગેરેજ કમીટીમાં ચેરમેન તરીકે ભાનુબેન નગવાડિયા, સભ્ય તરીકે ઈદરીશભાઈ જેડા, નવીનભાઈ ધૂમલિયા, ભવિનભાઈ ઘેલાણી, અરજણભાઈ કંઝારીયા નિમાયા હતા.

રમત ગમત અને સાંસ્કૃતિક કમિટીમાં ચેરમેન તરીકે અરૂણાબા જાડેજા, સભ્ય તરીકે કુલસૂમબેન રાઠોડ, ગૌરીબેન દશાડીયા, અશોકભાઈ કાંજીયા, કાનજીભાઈ નકુમની નિમણૂક કરવામાં આવી હતી.

એડવાઇઝરી કમિટીમાં ચેરમેન તરીકે નાગજીમાબેન મકરાણી, સભ્ય તરીકે રાજેશભાઇ ચારોલા, ભાવિનભાઈ ઘેલાણી, અસ્મિતાબેન કોરિંગા, જયશ્રીબેન પરમાર નિમાયા હતા.

યુ.આઈ.ડી.એસ.એમ.ટી. કમિટીમા ચેરમેન તરીકે જશવંતીબેન શિરોહિયા, ઇદરીશભાઈ જેડા, અરૂણાબા જાડેજા, પ્રિતીબેન સરડવા, અરજણભાઈ કંઝારીયાની નિમણૂક કરાઈ હતી.

ભુગર્ભ કમિટીમાં ચેરમેન તરીકે ભાવિનભાઈ ઘેલાણી, સભ્ય તરીકે નવીનભાઈ ધૂમલિયા, જયદીપસિંહ રાઠોડ, ગૌરીબેન દશાડિયાની નિમણૂક કરાઇ હતી.

આ સાથે રેલવેના પ્રતિનિધિ તરીકે જશવંતીબેન શિરોહિયા, પાંજરાપોળના પ્રતિનિધિ તરીકે રાજેશભાઇ ચારોલા, ખેતિવાડી ઉત્પાદન બજાર સમિતિના પ્રતિનિધિ તરીકે ખોડીદાસભાઈ ભાગીયા અને સિવિલ હોસ્પિટલના પ્રતિનિધિ તરીકે કાનજીભાઇ નકુમની નિમણૂક કરાઇ હતી.

- text