મોરબીની મામલતદાર કચેરીએ રેશનકાર્ડની કામગીરી માટે લોકોને હેરાનગતિ

- text


નામ કમી કરવા કે ચડાવવા માટે વારંવાર ધક્કા ખાતા લોકો : વિલંબિત કામગીરી મામલે કનેક્ટિવિટી ખોરવાતી હોવાનો તંત્રનો બચાવ : અરજી ફોર્મ સહિત કામો માટે એજન્ટો પાસે લૂંટતા લોકો

મોરબીની મામલતદાર કચેરીએ રેશનકાર્ડની કામગીરી માટે લોકોને ભારે હેરાનગતિ ભોગવવી પડી રહી છે. રેશનકાર્ડના નામ કમી કરવા કે નવા નામો ચડાવવા જેવા સામાન્ય કામો માટે લોકોને વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છ.તેથી ગ્રામ્ય જનતાની માઠી દશા થઈ ગઈ છે.તેમાંયે અરજી ફોર્મ મેળવવા કે ભરવા માટે અભણ લોકોને એજન્ટો પાસે લૂંટાવું પડે છે.

મોરબીની મામલતદાર કચેરી લોકોને સમયસર સુવિધાઓ આપવાને બદલે મુશ્કેલીઓનો ડામ આપી રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં ખાસ કરીને લોકોને રેશનકાર્ડની કામગીરી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.રેશનકાર્ડની કામગીરીમાં ઘણો વિલંબ થતો હોવાને કારણે એક ધક્કે પતી જતા સામાન્ય કામમાં ત્રણથી વધુ ધક્કા કરવા પડે છે.રેશનકાર્ડમાં નવા નામો ચડાવવા કે નામો કમી કરવા માટે લોકોને વારંવાર ધક્કા થાય છે અને મામલતદાર કચેરીએ દરોજજ લોકોની મસમોટી લાઈનો લાગે છે. દરરોજ રેશનકાર્ડની કામગીરી માટે આશરે 100 થી વધુ લોકો આવે છે.પરંતુ કામ સમયસર થતા ન હોવાને કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ખાસ કરીને ગ્રામ્ય જનતાને પારાવાર પીડા ભોગવવી પડે છે. બાળકો સાથે આવતી ગ્રામ્ય વિસ્તારોની મહિલા સહિતના લોકોના એક ધક્કે કામ ન થતા તેઓ મુશ્કેલી મુકાય જાય છે.અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ નિરક્ષર અરજદારો માટે અરજી ફોર્મ વિનામૂલ્યે આપવા તથા ભરી દેવા માટે અગાઉ જન સુવિધા કેન્દ્ર ચાલુ કર્યું હતું.પરંતુ ટૂંકાગાળામાં આ કેન્દ્ર બંધ થતાં અભણ લોકો ફરી એજન્ટોના સહારે આવી ગયા છે અને રેશનકાર્ડના અરજી ફોર્મ આપવા તથા ભરી દેવા મો માગ્યા દામ વસુલે છે. આ એજન્ટોને પણ ઉપર સુધી વગ હોય તેમ વિનામૂલ્યે થતા સરકારી કામમાં નાણાં લઈને કામ કરાવી દેતા હોવા છતાં તેમનો વાળ વાંકો થતો નથી.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text