મોરબી : 1.22 લાખના રેડીમેન્ટ કપડાની ચોરી કરનાર ત્રણ ઝડપાયા

- text


અન્ય બે સહિત કુલ પાંચ શખ્સોએ ઉંચી માંડલ પાસેની રેડીમેન્ટ દુકાનમાં ચોરી કરી હતી : રંગપર ગામે મોટર રિવાઇન્ડિગની દુકાનમાં પણ ચોરી કર્યાની કબુલાત

મોરબી : મોરબીના ઉંચી માંડલ ગામે 20 દિવસ પહેલા રેડીમેન્ટ કપડાની દુકાનમાંથી રૂ.1.22 લાખની કિંમતના કપડાની ચોરી કરનાર ત્રણ શખ્સોને તાલુકા પોલીસે ઝડપી લીધા હતા.અન્ય બે સહિત કુલ પાંચ શખ્સોએ રેડીમેડ કપડાની દુકાનમાં ચોરી કર્યાની તેમજ રંગપર ગામે આવેલ મોટર રિવાઇન્ડિગની દુકાનમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.

- text

મોરબીના વાવડી ગામે રહેતા લક્ષમણભાઈ મૂળચંદભાઈ ગંગવાણીની ઉંચી માંડલ ગામે આવેલ મીરા સિલેક્શન નામની રેડીમેન્ટ કપડાની દુકાનમાંથી ગત તા.7 જાન્યુઆરીની રાત્રીના સમયે તસ્કરો રૂ.1.22 લાખના તૈયાર કપડાની ચોરી કરી ગયા હતા. તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને આરોપીઓને ઝડપી લેવાની તપાસ હાથ ધરી હતી. તાલુકા પોલીસે આ દિશામાં સઘન તપાસ ચલાવતા ચોક્કસ બાતમી મળી હતી કે,આ રેડીમેન્ટ કપડાની ચોરી કરનાર ઈસમો માળીયા ફાટક પાસેના ઓવરબ્રિજના સર્વિસ રોડના ખાંચામાં આવેલ ઝુંપડામાં રહે છે અને ચોરી કરેલો રેડીમેન્ટ કપડાનો મુદામાલની હેરફેર કરે છે તેમજ આ ઈસમો ત્યાંથી ભાગી જવાની વેતરણમાં છે. આવી બાતમી મળતા તુરત જ મોરબી તાલુકા પોલીસ સ્ટાફ ત્યાં દોડી જઈને રેડીમેન્ટ કપડાની ચોરી કરનાર અભરામ ઉર્ફે રણછોડ ઉર્ફે સિંઘમ લાલભાઈ સલાટ, મનીષ અરવિદભાઈ હળવદીયા, લખમણભાઈ ઉર્ફે મજીડો હમીરભાઈ સલાટને અમુક ચોરાઉ રેડીમેન્ટ કપડાં સાથે ઝડપી લીધા હતા. આ ત્રણેય શખ્સોએ પોલીસની પૂછપરછમાં મનોજ લંગડો અને ધીરુ સાથે મળીને રેડીમેન્ટ કપડાની દુકાનમાં ચોરી કર્યાની કબુલાત આપી હતી.તેમજ અન્ય રંગપર ગામે આવેલ મોટર રિવાઇન્ડિગની દુકાનમાં પણ ચોરી કર્યાની કેફીયત આપી હતી.વધુ કેટલીક ચોરી ના બનાવોમાં સંડોવણી હોવાની શંકાએ પોલીસે ત્રણેય આરોપીને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.

- text