માળીયા નજીક નર્મદાની પાઇપ લાઈનમાંથી લાખો ક્યુસેક પાણીનો વેડફાટ

- text


આસામાજિક તત્વોએ પાણી ચોરી માટે પાઇપલાઈનનો વાલ્વ ખોલી નાખતા વગર વરસાદે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ

મોરબી : માળીયા નજીક નર્મદાની પાઇપ લાઇનમાંથી લાખો ક્યુસેક પાણીનો વેડફાટ થયો છે.જો કે અસામાજિક તત્વો પાણી ચોરી માટે પાઇપલાઇનનો વાલ્વ ખોલી નાખતા વગર વરસાદે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.આ બનાવની તંત્રને જાણ કરવા છતાં હજુ સુધી ન ડોકાતા પાણીનો બગાડ ચાલુ રહ્યો છે.

માળીયા મિયાણા નજીક કચ્છ તરફ જતી નર્મદાની મેઈન પાઇપ લાઇનમાંથી લાખો ક્યુસેક પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.જાણવા મળતી વિગતો મુજબ કેટલાક અસામાજિક તત્વોએ આ મેઈન પાઇપ લાઇનમાંથી પાણીની ચોરી કરવા માટે આ પાઇપલાઇનનો વાલ્વ ખોલી નાખતા રીતસર પાણીનો ધોધ છૂટ્યો છે.અને પાઇપલાઇના વાલ્વમાંથી જોરદાર પાણીનો ફુવારો થયો છે.આ બેફામ પાણીના વેફડાટ અંગે જવાબદાર નર્મદા વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી પાણીનો બગાડ અટકાવવાની કોઈ કાર્યવાહી ન થતા પાણીનો વેફડાટ ચાલુ રહ્યો છે.

- text

વધુમાં જાણવા મળતી વિગતો અનુસાર કેટલાક અસામાજિક તત્વો પાણી ચોરી માટે વારંવાર આ રીતે વાલ્વ ખોલી નાખતા હોવાથી મોટી માત્રામાં કિંમતી પાણીનો ખોટી રીતે બગાડ થાય છે અને ફરીએક વખત પાઇપલાઇનને નિશાન બનાવતા લાખો લીટર પાણી વહી ગયું છે .જોકે આ વર્ષે ઓછો વરસાદ થવાથી સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં પાણીની વિકટ સમસ્યા છે.ત્યારે ખોટી રીતે પાણીનો બગાડ થતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text