ટંકારાના વિરપર ગામે રાજરતન આંબેડકર પૂરક શાળા અને લાયબ્રેરીનું ૧૦મીએ લોકાર્પણ

- text


કચ્છ- મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા અને એસપી ડો. કરનરાજ વાઘેલા સહિતના મહાનુભાવો રહેશે ઉપસ્થિત

ટંકારા : ટંકારા તાલુકાના વિરપર ગામે રાજરતન આંબેડકર પૂરક શાળા અને ડો. બાબા સાહેબ આંબેડકર લાયબ્રેરીના લોકાર્પણ સમારોહનું આગામી તા. ૧૦ ફેબ્રુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું છે. આ તકે કચ્છ- મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા અને એસપી ડો. કરનરાજ વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

ટંકારા તાલુકાના વિરપર ગામે સરકારી શાળામા ભણતા ધો. ૧ થી ૮ના વિદ્યાર્થીઓને ફ્રી કોચિંગ માટે રાજરતન આંબેડકર પુરક શાળા અને જાહેર જનતા માટે ડો. બાબા સાહેબ આંબેડકર લાયબ્રેરી બનાવવામાં આવી છે. જેનો લોકાર્પણ સમારોહ આગામી તા. ૧૦ ફેબ્રુઆરીને રવિવારે સાંજે ૫ કલાકે રામદેવ મંદિર પાસે યોજાનાર છે.જેમાં લાયબ્રેરી માટે બે રૂમ બનાવી આપનાર દાતા દેશાભાઈ ચાવડા તથા નિવૃત શિક્ષક નાનજીભાઈ ચાવડાનું સન્માન કરવામાં આવશે. કાર્યક્રમના અંતે ભોજન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

- text

સમારંભ અધ્યક્ષ તરીકે કચ્છ- મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા અને એસપી ડો. કરનરાજ વાઘેલા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં પધારવા બાબુભાઇ ચાવડા તથા વિરપરના ગ્રામજનો દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ વિગત માટે મો.નં. ૯૪૨૬૮ ૨૯૭૧૧ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

 

- text