મોરબીમાં બ્રહ્મસમાજ યુવક મંડળ દ્વારા સમૂહ લગ્નોત્સવ અને જનોઈનું આયોજન

મોરબી : મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવ અને જનોઈનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા ઇચ્છુક દીકરા- દીકરીઓના વાલી ૧૦ ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકશે.

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ દ્વારા આગામી તા. ૩ માર્ચના રોહ સમૂહ લગ્નોત્સવ અને જનોઈનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નોત્સવ અને જનોઈમાં જોડાવા માંગતા હોય તેવા દીકરા દીકરીઓના વાલીઓએ ૧૦મી ફેબ્રુઆરી સુધીમાં સંસ્થાના કાર્યાલય ભવાની ચોક, લખધીરવાસ, મોરબી ખાતેથી ફોર્મ મેળવી પહોંચતું કરી દેવાનું રહેશે. વધુ માહિતી માટે સંસ્થાના પ્રમુખ રાજુભાઇ ત્રિવેદી મો.નં. ૯૯૦૯૫ ૪૧૧૬૧ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.