નવયુગ સ્કૂલનો વિદ્યાર્થી સ્કૉલરશિપ પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ

મોરબી : રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી પ્રાથમિક સ્કૉલરશિપ પરીક્ષા-૨૦૧૮માં નવયુગ સંકુલ, વિરપરમાં અભ્યાસ કરતાં રચિત શક્તિભાઈ કૈલા સમગ્ર મોરબી જીલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી નવયુગ પરિવાર તેમજ સમગ્ર મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું છે.

તેમની આ સિદ્ધિ બદલ નવયુગ સંસ્થાનાં પ્રમુખ પી. જી. કાંજીયા અને સંસ્થા પરિવાર તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.