મોરબી ગુરૂકુલમાં શનિવારે છઠ્ઠો વાર્ષિકોત્સવ અને શાકોત્સવ ઉજવાશે

સમારોહમાં વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો, ભાવિકો અને વાલીઓ વિશાળ સંખ્યામા રહેશે ઉપસ્થિત

મોરબી : મોરબીમાં સ્વામિનારાયણ ગુરૂકુલમાં આગામી તા. ૨ને શનિવારે છઠ્ઠા વાર્ષિકોત્સવ અને દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીમા બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવશે. આ તકે સમારોહમાં વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો, ભાવિકો અને વાલીઓ વિશાળ સંખ્યામા ઉપસ્થિત રહેશે.

મોરબીના સ્વામિનારાયણ ગુરૂકુલનો છઠ્ઠા વર્ષમાં પ્રવેશ થતા આગામી તા. ૨ને શનિવારના રોજ સાંજે ૫ થી ૮ સુધી ગુરૂકુલ ખાતે વાર્ષિકોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે દિવ્ય શાકોત્સવ પણ યોજાનાર છે. આ ઉત્સવમાં પ્રભુ પ્રાર્થના, ભૂલકાઓની ભૂલ, મણિયારો રાસ, દેશભક્તિ કૃતિઓ, તેજસ્વી તારલાઓનું સન્માન, ડ્રામા, યુવી એક્ટ અનવ શેડો ડાન્સ સહિતના કાર્યક્રમો યોજાશે.

આ સમારોહ પૂ. દેવકૃષ્ણ સ્વામી, પૂ. લક્ષ્મીનારાયણદાસજી સ્વામી, પૂ. સંત વલ્લભદાસજી સ્વામી, પૂ. કેશવજીવનદાસજી સ્વામી, પૂ. પુરાણી ધર્મવલ્લભદાસજી સ્વામી, પૂ. રામાનુજદાસજી સ્વામી, પૂ. ગોવિંદસ્વરૂપ સ્વામી અને પૂ. નીલકંઠદાસજી સ્વામીની પાવન નિશ્રામાં યોજાશે. આ તકે રાજકીય અગ્રણીઓ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્યો બ્રિજેશભાઈ મેરજા, લલિતભાઈ કગથરા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા ઉપસ્થિત રહેશે.

આ સાથે જિલ્લા કલેકટર આર.જે. માકડીયા, એસ.પી. ડો. કરનરાજ વાઘેલા, અધિક નિવાસી કલેકટર કેતનભાઈ જોશી, ડે. કલેકટર જીતેન્દ્રભાઈ ભોરણીયા, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી, પ્રા. શિક્ષણાધિકારી મયુરકુમાર પારેખ, એજ્યુ. ઇન્સ્પેક્ટર નિલેશભાઈ રાણીપા અને આરટીઓ એ.જે. વ્યાસ સહિતના અધિકારીઓની પણ પ્રેરક ઉપસ્થિતિ રહેશે.

WHT