મોટા દહીંસરા ગામે ઘાસચારાનું વિતરણ ન થાય તો ઉપવાસ આંદોલનની ચીમકી

જાગૃત નાગરિકની માળીયા તાલુકા વિકાસ અધિકારીને રજુઆત

માળીયા : માળીયા મિયાણા તાલુકાને સરકારે અગાઉ અછતગ્રસ્ત જાહેર કરી દીધા બાદ સ્થાનિક કક્ષાએથી પશુઓ માટે યોગ્ય રીતે ઘાસચારાનું વિતરણ ન થયું હોવાથી પશુધનની કફોડી હાલત થઈ ગઈ હોવાની ફરિયાદ સાથે જાગૃત નાગરિકે માળિયાના તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરી સમયસર ઘસચારાનું વિતરણ ન થાય તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી છે.

માળીયાના મોટા દહીંસરા ગામે રહેતા જાગૃત નાગરિક હરેશભાઈ બાલાસરાએ માળિયાના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરી હતી કે, ગુજરાત સરકારે અગાઉ માળીયાની દુષ્કાળ જેવી સ્થિતિને ધ્યાને લઈને આ માળીયા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરી દીધો હતો.ત્યારબાદ સરકારની અસરગ્રસ્ત માળીયા તાલુકામાં પશુઓને સમયસર ઘાસચારાનું વિતરણ કરવાની પ્રથમ જવાબદારી રહે છે.પરંતુ માળીયામાં સ્થાનિક કક્ષાએથી ઘાસચારાના વિતરણની કાર્યવાહીમાં ઢીલી નીતિ દાખવાતી હોવાથી પશુધન મુશ્કેલી મુકાઈ ગયું છે. મોટા દહીંસરા ગામે ગત ઉનાળાની સીઝનમાં નિરણનો મોટો જથ્થો સળગી ગયો હતો. હવે ઓણસાલ વરસાદ ઓછો પડતા અને નિરણનો જથ્થો સળગી જવાથી હાલ પશુપાલકોને પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવી કપરી બની છે. તેથી દયનિય હાલતમાં મુકાયેલા પશુધન માટે તાકીદે ઘાસચારાનું વિતરણ નહિ થાય તો 5 ફ્રેબ્રુઆરીએ પ્રતીક ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en