બોર્ડની પરીક્ષાનો હાઉ દૂર કરવા હળવદમાં યોજાઇ પ્રિ-એકઝામ

જિલ્લામાં પ્રથમ વખત મહર્ષિ ગુરૂકુળ અને નવ નિર્માણ શાળા ખાતે ધો.૧૦ના ૪૦૭ વિદ્યાર્થીઓ અને ધો.૧રના ર૧૩ વિદ્યાર્થીઓએ કરી પરીક્ષાની પૂર્વ તૈયારી

હળવદ : શૈક્ષણિક નગરી ગણાતી હળવદ મધ્યે આવેલ નવનિર્માણ અને મહર્ષિ ગુરૂકુળ કેમ્પસમાં આગામી યોજાનાર માર્ચ બોર્ડની પરીક્ષા અનુસંધાને ધો.૧૦ના ૪૦૭ વિદ્યાર્થીઓ અને ધો.૧શ્રના ર૧૩ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષાનો હાઉ દુર કરવા માટે એક મોકડ્રીલનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું.
પરીક્ષાર્થીઓ માટે રીસીપ્ટ ઉપરાંત ભારતીય સંસ્કૃતિ મુજબ કુમકુમ તિલક, મો મીઠું કરી પરીક્ષાર્થીઓને પ્રવેશખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ તકે સ્કોર્ડ દ્વારા કોપી કેસ રોકવા માટે ખાસ શિક્ષકોની ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી.
ધો.૧૦ના ૪૦૭ વિદ્યાર્થીઓ અને ધો.૧રના ર૧૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જતા હોવાથી તેમના મનમાં એક પ્રકારનો ડર કે ભય હોય છે. જેના કારણે પ્રશ્નપત્રોમાં પ્રશ્મ કમાંક, સીન નંબર, બારકોડ સ્ટીકરમાં ઘણી બધી ભુલો કરતા હોય છે. ત્યારે શાળાના સંચાલકો દ્વારા બાળકોના મનમાંથી આવો ભય દુર કરવા માટે આજે હળવદની નવ નિર્માણ અને મહર્ષિ ગુરૂકુળ ખાતે એસ.એસ.સી અને એચ.એસ.સી. પરીક્ષાના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શાળાના સંચાલકોએ ૧૦૦ ટકા પરીક્ષામની અપેક્ષા સાથે આગામી ધો.૧૦ અને ૧રની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે વિદ્યાર્થીઓ આપી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરશે તેવી સંચાલકો દ્વારા આશા વ્યકત કરવામાં આવી છે. તો સાથો સાથ હળવદ મહર્ષિ ગુરૂકુળ અને નવ નિર્માણ ખાતે બોર્ડની આબેહુમ મોકડ્રીલ પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં થતી પ્રોસેસથી વાકેફ કરાવવામાં આવ્યા હતા.જેમાં ધો.૧૦ના ૪૦૭ વિદ્યાર્થીઓ અને ધો.૧રના ર૧૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ તકે મહર્ષિ ગુરૂકુળના સંચાલક રજનીભાઈ સંઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓ ઘણો બધો ભય મહેસુસ કરતા હોય છે તેથી પરીક્ષામાં તેના પરિણામ પર અસર પડતી હોય છે. પરંતુ જા વિદ્યાર્થીઓને અગાવથી પ્રોસેસથી માહિતગાર હોય તો તેનો પરીક્ષા વખતે સમયનો વેડફાટ ન થાય અને વિદ્યાર્થીઓ ભયમુકત થાય તેવો અમારો નવો પ્રયાસ છે.