વાંકાનેરના સિંધાવદર ગામે સગીરાએ ઝેર ગટગટાવી આયખુ ટૂંકાવ્યુ

વાંકાનેર : વાંકાનેરના સિંધાવદર ગામની સીમમાં રહેતી સગીરાએ ઝેર ગટગટાવીને આયખુ ટૂંકાવ્યુ હોવાનો બનાવ સામે આવ્યો છે. સગીરાના માતા પિતાએ બે દિવસ બાદ ખેતીનું કામ પૂર્ણ થયા પછી બહાર જવાનું કહેતા સગીરાને લાગી આવ્યું હતું. જેના કારણે તેને આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.