મોટા દહીંસરા ખાતે સ્વ.મયુર ડાંગરની પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજાયો

મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી સાચા અર્થમાં શ્રધાંજલિ અર્પણ કરી

મોરબી : માળિયાના મોટા દહીંસરા ગામે આગામી આજે સ્વ. મયુર ડાંગરની પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ રક્તદાન કેમ્પમાં અનેક મહાનુભાવો પણ હાજરી આપી હતી અને મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી મયુર ડાંગરને સાચા અર્થમાં શ્રધાંજલિ અર્પણ કરી હતી.

મૂળ જુના નાગડાવાસના વતની અને રાજકોટની વિરાણી હાઈસ્કૂલના પૂર્વ શિક્ષક સ્વ. મયુરભાઈ ડાંગરની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે મોટા દહીંસરા – માધવ પેટ્રોલપંપ ખાતે આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે નાયબ પોલીસ અધિક્ષક બન્નો જોશી સહિતના મહાનુભવો હાજર રહ્યા હતા. તેમજ મિલનસાર અને મિતભાષી સ્વભાવના દિવંગત મયુર ડાંગરની દિલદારીને તેમના પરિવારજનો, મિત્રો, સગાસ્નેહીઓએ યાદ કરીને ભારે હૈયે શ્રધાંજલિ અર્પણ કરી હતી.આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરીને ખરા અર્થમાં શ્રધાંજલિ આપી હતી. કેમ્પમાં 110થી વધુ બોટલ રક્ત એકઠું થયું હતું. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા આયોજક વિનોદભાઈ હૂંબલ, ભરતભાઇ હૂંબલ, વસંતભાઈ હૂંબલ અને જયદીપભાઈ હૂંબલ સહિત તેમના પરિવારજનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en