આનંદો : હવેથી ભુજ પુના ટ્રેન હળવદ ઉભી રહેશે

- text


હળવદ શહેર અને તાલુકાના લોકો માટે ખુશીના સમાચાર : હળવદ રેલ્વે સ્ટેશન ખાતે ભુજ-પુના ટ્રેનને કાયમી સ્ટોપ અપાયો

હળવદ : હળવદ શહેર અને તાલુકાના લોકોને વધુ એક લાંબા અંતરની ટ્રેનનો લાભ મળશે કારણે કે હળવદ રેલ્વે સ્ટેશન ખાતે ભુજ-પુના ટ્રેનને કાયમી સ્ટોપ અપાયો છે. તારીખ:-૩૦-૧-૨૦૧૯ને બુધવારના રોજ બપોરે:-૧૨.૦૦ કલાકે પ્રથમ વખત ટ્રેન સ્ટોપ થવાની હોય ત્યારે તેને આવકારવામાં આવશે.

હળવદ ભાજપના યુવા આગેવાન તપન દવેએ એક યાદીમાં જણાવ્યું હતું કે સાંસદ મોહનભાઇ કુંડારીયા, પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા તથા શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ અને શહેર ભાજપ ટીમ ના અથાગ પ્રયત્ન થકી હળવદ રેલ્વે સ્ટેશન ખાતે ભુજ-પુના ટ્રેનને કાયમી સ્ટોપ મળ્યો છે. આ લાંબા અંતરની ટ્રેનને સ્ટોપ મળતા આવતી કાલે તારીખ:-૩૦-૧-૨૦૧૯ ને બુધવાર ના રોજ બપોરે:-૧૨.૦૦ કલાકે પ્રથમ વખત ટ્રેન સ્ટોપ થવાની હોઈ ત્યારે તેને આવકારવા માટે હળવદ શહેરના સર્વે વેપારી મિત્રો – સામાજિક ધાર્મિક રાજકીય અગ્રણીઓ અને સર્વે સંસ્થાના સભ્યઓ અને નગરજનોને હળવદ શહેર ભાજપ ભાવભીનું આમંત્રણ પાઠવે છે. આ ટ્રેનને પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા , નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હીનાબેન રાવલ લીલી ઝંડી આપી અને આગળ પ્રસ્થાન કરાવશે

- text

તપન દવેએ વધુમાં જણાવ્યું હતું કે ભુજ-બાંદ્રા ટ્રેન જે પ્રાયોગિક ધોરણે ચાલુ થઈ હતી તેનો હળવદ ખાતે કાયમી સ્ટોપ થઈ ગયેલ છે અને ભવિષ્ય માં ધ્રાંગધ્રા-બોટાદ ટ્રેનને લંબાવીને હળવદ થી બોટાદ કરવામાં આવે અને તે માટે રેલવે મંત્રાલય ના ઉચ્ચ અધિકારી શ્રી અને રેલવે મંત્રી શ્રી ને રજુઆત કરવામાં આવેલ છે.

- text