ટંકારાના હરબટીયાળીમાં પાણી ચોરીના કેસમા ત્રણ આરોપીને ઉઠતી કોર્ટની સજા

ત્રણેય આરોપીઓને રૂ. ૧૦ હજારનો દંડ : એક આરોપીનો નિર્દોષ છુટકારો

ટંકારા : ટંકારાના હરબટીયાળી ગામેથી નીકળતી પાણીની પાઇપ લાઇનમાંથી પાણી ચોરીના ગુનામાં ચાર આરોપી પૈકી એકનો નિર્દોષ છુટકારો થયો છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓને ઉઠતી કોર્ટ સુધીની સજા ફરમાવીને રૂ. ૧૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ગુના અંગે મળતી વિગતો પ્રમાણે વર્ષ 2014ના સાતમા મહિનામાં ગુજરાત વોટર ઇન્ફાસ્ટ્રક્ચર લિમિટેડ રાજકોટ દ્વારા પીવાના પાણીની પાઇપલાઇનમાં નાખેલ એર વાલ્વમાથી પાણી ચોરી થતી હોય સ્થળ ઉપર લોખંડના વાલ્વ બનાવી ૧૦ અને ૧૧ નંબરના એરવાલ્વમા ખેડૂત પાણી ચોરી કરતા હોવાનું માલુમ પડતા ટંકારા પોલીસ સ્ટેશનમાં જસમતભાઈ સંઘાણી, અવચરભાઈ દુબરીયા, કાશીબેન દુબરીયા તથા દેવરાજભાઈ સંધાણી વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

જેનો કેસ ટંકારા જજ યાદવની કોર્ટમા ચાલી જતા ફરીયાદી અને આરોપીની દલીલો સાંભળી હતી.આરોપી તરફેણના વકીલ મુકેશ બારૈયાએ ધારદાર દલીલો રજૂ કરી હતી.જેમાં આરોપી દેવરાજભાઈ સંધાણી વિરૂધ્ધના પુરાવા રજૂ ન થતા તેમનો નિર્દોષ છૂટકારો થયો હતો. જ્યારે અન્ય આરોપીઓને ઉઠતી કોર્ટ સુધીની સજા ફટકારવામાં આવી હતી અને રૂપિયા ૧૦ હજારનો દંડ ભરવા જણાવ્યું હતું.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en