માળિયાના તરઘરી ગામે ખારાવડમાં આગ લાગી

- text


આગ પ્રસરતી હોવાથી આગને કાબુ લેવા ગ્રામજનોનો અથાક પ્રયાસ

માળીયા : માળિયા મીયાણાના તરઘરી ગામની ભાગોળે આવેલ ખરાવાળમાં આજે અચાનક આગ લાગી હતી હાલ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગામલોકોએ આગ બુજાવાના પ્રયાસો હાથ ધર્યો છે.

તરઘરી ગમે ખારાવડમાં કોઈ કારણોસર આગ લાગતા ગ્રામજનોમાં દોડધામ મચી ગઇ છે. આ બનાવ ની જાણ ગામના સરપંચ ભાવેશભાઇ ભીમજીભાઇ સાવરીયાને થતા તેઓ તાત્કાલિક તરઘરી ગામે દોડી આવ્યા હતા અને ગામલોકોને સાથે રાખી હાલ આગ બુઝાવવાનીની કોશિશ કરી રહ્યા છે અને વધુમાં ફાયર બ્રિગેડ ની ટીમને જાણ કરી છે આગ ગામ તરફ આગળ વધી રહી હોય અને ગામલોકો હાલ મહામહેનતે પોતાના વાસણો પાણીથી ભરી આગ ને આગળ વધતી રોકવા તનતોડ પ્રયાસ કરી રહ્યા છે તેવુ તરઘરી ગામના ઇમરાન ભાઇએ જણાવ્યુ હતુ.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text