મોરબીની સિરામિક પ્રોડક્ટ માટે રશિયા મોટું માર્કેટ : ઉદ્યોગકારો માટે સોનેરી તક

- text


એપ્રિલમાં મોસ્કોમાં મોસબ્યુલ્ડ એક્સ્પોમાં ભાગ લેવાનો સોનેરી મોકો

મોરબી : સમગ્ર વિશ્વમાં ડંકો વગાડનાર મોરબીના સિરામિક ઉદ્યોગ માટે આગામી દિવસોમાં રશિયામાં મોટું માર્કેટ રાહ જોઈને બેઠું છે, આગામી એપ્રિલ માસમાં રશિયાના મોસ્કોમાં યોજનાર મોસ બ્યુલ્ડ એકસ્પો મોરબીના સિરામિક ઉદ્યોગ માટે લાલ જાજમ પાથરી રહ્યું હોય તમામ સિરામિક ઉત્પાદકોએ આ તક ઝડપી લેવા જેવી છે.

આજે સમગ્ર વિશ્વમાં મોરબીના સિરામિક ઉધોગે પોતાના ઉત્કૃષ્ઠ ક્વોલિટીના ઉત્પાદનો થકી સારી એવી નામના કાઢી છે, આજે ગલ્ફ કન્ટ્રી, આફ્રિકા અને યુરોપમાં મોરબીની સિરામિક પ્રોડક્ટની ઉંચી ડિમાન્ડ છે, જો કે રશિયા મોરબી માટે મોટું માર્કેટ હોવા છતાં આપણું મોરબી હજુ સુધી રશિયામાં જોઈએ તેવું માર્કેટ સર કરવાની કોશિશ કરી નથી આવામાં આગામી તા. ૨થી ૫ એપ્રિલ દરમિયાન રશિયાના મોસ્કો ખાતે યોજાનાર મોસ બ્યુલ્ડ એક્સ્પો સિરામિક ઉદ્યોગને ઉત્તમ તક પુરી પાડે તેમ છે.

સમગ્ર વિશ્વમાં યોજાતા સિરામિક એકસ્પો માટે કામ કરતા મોરબીના એમબી એકસ્પો કન્સલ્ટન્ટ ભાવિન દસાડીયા જણાવે છે કે આજે રશિયામાં મોરબીના સિરામિક ઉદ્યોગ માટે ખૂબ જ મોટી તક છે, રશિયામાં આટલું માર્કેટ હોવા છતાં મોરબીના ઉદ્યોગકારોએ અહીં નજર નથી દોડાવી તે આશ્ચર્યજનક બાબત છે.

- text

ભાવિનભાઈ દસાડીયા જણાવે છે કે આજે ચાઇના પાસે સ્ટાન્ડર્ડ ક્વોલિટી ન હોવા છતાં વિશ્વભરમાં પોતાની પ્રોડકટ વેચી રહ્યું છે જેની સાપેક્ષમાં મોરબી પાસે ઉત્કૃષ્ઠ ક્વોલિટી હોવા છતાં માત્રને માત્ર માર્કેટિંગને લઈ મોરબીના ઉત્પાદન રશિયા પહોંચ્યા નથી, આ સંજોગોમાં રશિયાના સૌથી મોટા બાંધકામ ઉદ્યોગને લાગતા એકસ્પોમાં છવાઈ જવાની તક મળી છે તો મોરબીના ઉદ્યોગપતિઓને આ તક ચોક્કસપણે ઝડપી લેવી જોઈએ તેવો મત તેમને વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે એમબી એકસ્પો કન્સલ્ટન્ટ દ્વારા આ અગાઉ વિયેતનામ સહિતના દેશોમાં મોરબીના ઉદ્યોગપતિઓને લઈ સફળતા પૂર્વક એકસ્પો યોજ્યા છે અને આ આયોજન થકી મોરબીને મોટા પ્રમાણમાં એક્સપોર્ટનો લાભ મળ્યો હોય રશિયાનું માર્કેટસર કરવા મળેલ આ તકને ઝડપી લેવા તક મળી હોવાનું તેમને અંતમાં ઉમેર્યું હતું, રશિયામાં ૨થી ૫ એપ્રિલમાં દરમિયાન યોજાનાર આ વર્લ્ડકલાસ એક્સપોમાં જોડાવા માટે મો.9924811171 ઉપર ભાવિનભાઈ દસાડીયા, એમબી એકસ્પો કન્સલ્ટન્ટનો સંપર્ક સાધવા જણાવાયું છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text