માળિયાના મેઘપર ગામે ઉત્તરબુનિયાદી વિદ્યાલયમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી

- text


માળિયા : માળિયાના મેઘપર ગામે આવેલ ઉત્તરબુનિયાદી વિદ્યાલય ખાતે પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ તકે તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

માળિયાના મેઘપર ગામે આવેલી ગાંધી વિચારધારા આધારિત ઉત્તરબુનિયાદી વિદ્યાલય ખાતે પ્રજાસત્તાકદિનની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી. જેમા ધ્વજવંદન બાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. સંસ્થા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ વિતરણ કરવામાં આવ્યા હતા.આ તકે શાળાના આચાર્ય ડાંગરભાઈએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુસ્તાકભાઈ ભોરિયાએ કર્યુ હતુ.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text