હળવદમા કારમાંથી વિદેશી દારૂની ૯ બોટલ સાથે એક ઝડપાયો

- text


હળવદ : હળવદ પોલીસ દ્વારા સરા ચોકડી પાસે ધાંગધ્રા તરફથી આવતી સેન્ટ્રો કારમાંથી નવ બોટલ વિદેશી દારૂ સાથે સોલડીના એક શખ્સને ઝડપી લઈને હળવદ પોલીસ મથકે લાવી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બનાવની હળવદ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ હળવદ પીઆઇ એમ આર સોલંકી માર્ગદર્શન હેઠળ વિજયભાઈ છાસીયા, વિક્રમભાઈ સિહોરા ,યોગેશભાઈ, કમલેશભાઈ, બિપિન પરમાર સહિતના શહેરના સરા ચોકડી પાસે પેટ્રોલિંગમાં હોય તે અરસામાં ધાંગધ્રા તરફથી આવતી સેન્ટ્રો કાર જીજે ૧૩ સીસી ૪૧૯૭ શંકાસ્પદ જણાતા કારચાલકને અટકાવી તપાસ કરાતા નવ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.

જેથી પોલીસ દ્વારા આરોપી ઘનશ્યામભાઈ નાગજીભાઈ કોળી રહે, સોલડી તા. ધાંગધ્રા વાળાને ઝડપી લઇ હળવદ પોલીસ મથકે લઈ આવી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જ્યારે પોલીસ દ્વારા આ વિદેશી દારૂની બોટલો ક્યાંથી લાવી અને કોને આપવાની હતી તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text