મોરબીમાં મેમરીકાર્ડ, કેમેરા બેટરી ખરીદતા પહેલા ચેતજો ! ઉઘાડી લૂંટ

- text


 મોરબીની લક્ષ્મી કલર લેબ નામની દુકાનમાં બજાર કરતાં બમણા ભાવ લેતો હોવાની રાવ : ગ્રાહક દ્વારા પુરાવા સાથે ગ્રાહક સુરક્ષાના દ્વારા ખખડાવવામાં આવ્યા

વેટ અને આઈટી વિભાગને પણ લેખિત જાણ કરાશે

મોરબી : મોરબીમાં અમુક ચીજ વસ્તુઓ ના મળતી હોવાના કારણે દુકાન ધારકો તેનો ફાયદો ઉઠાવી ગરજ બતાવી ડબલ ભાવ લેતા હોય છે આવા અનેક કિસ્સાઓમાં ગ્રાહકો ને ના છૂટકે ચીજવસ્તુઓ લેવી પડે છે અને પોતે જાણતાં હોવા છતાં કાઈ કરી શકતાં નથી આવા જ એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે જેમાં સુપર માર્કેટમાં આવેલ લક્ષ્મી કલર લેબ દ્વારા ગ્રાહક પાસેથી બમણાંથી પણ વધુ ભાવ પડાવવામાં આવતા આ મામલે કાયદાકીય લડત આપવામાં આવી છે.

જાણવા મળ્યા મુજબ ગત તા.૨૫ જાન્યુઆરીના રોજ સુપરમાર્કેટ પહેલા માળે આવેલ લક્ષ્મી કલર લેબ નામની દુકાન ચલાવતાં રમેશ સીતાપરા દ્વારા મોરબીમાં પત્રકાર તરીકે ફરજ બજાવતાં અતુલભાઈ જોશી કેમેરાની વસ્તુઓ લેવા માટે તા.૨૪ ના રોજ ગયા હતા જેમાં બે મેમરીકાર્ડ, એક ટ્રાઇપોડ,એક લાઈટ,અને કેમેરાની બેટરી સામેલ હતી જેમાં બેટરી હાજર ન હોવાથી માલિક રમેશભાઈ સંતોકી દ્વારા બેટરી ૧૪૦૦/- રૂપિયાની આવશે તેવુ ફોનમાં જણાવી બેટરી રાજકોટથી મંગાવવા જણાવાયુ હતું જેથી તેના સિવાયની વસ્તુઓ અતુલભાઈ દ્વારા લઈ લેવામાં આવી હતી અને બેટરીના ૧૪૦૦ રૂપિયા બાદ કરતાં જેના રૂપિયા ૬૦૦૦ ચૂકવી દેવામાં આવ્યા હતા અને બેટરી આવ્યા બાદ બિલ આપશુ તેવું દુકાન મલિક રમેશ સંતોકીના પુત્ર અમિત દ્વારા જણાવવામાં આવ્યું હતું.

બીજે દિવસે એટલે કે ૨૫ જાન્યુઆરીના રોજ લક્ષ્મી કલરલેબના માલિક રમેશ સંતોકી નો અતુલભાઇ મોબાઈલ પર ફોન આવ્યો કે તમારી બેટરી આવી ગઈ છે લઇ જજો આથી અતુલભાઈ દ્વારા તેના મિત્રને રૂપિયા લઈ બેટરી લેવા મોકલ્યો હતો જ્યાં રમેશભાઈ એ બેટરી જોતી હોય તો ૨૦૦૦ રૂપિયા થશે તેવું સ્પષ્ટ કહેતા આ વાતની જાણ તેના મિત્રએ પત્રકાર અતુલભાઈને કરતા અતુલભાઈએ રમેશભાઈ સાથે ફોન પર ચર્ચા કરી જેમાં રમેશ સંતોકી દ્વારા લેવી હોય તો લો રૂપિયા આટલા જ થશે આથી રમેશ સંતોકી દ્વારા ગરજ સમજી વધુ ભાવ લેવાની લાલચ જાગી હોવાનું અતુલભાઈને સમજાઈ ગયું હતું.

- text

બાદમાં અતુલભાઈએ રાજકોટ થી આગળના દિવસે ખરીદેલ મેમરી કાર્ડ, કેમરા બેટરી અને લાઈટના ભાવ કાઢાવ્યા હતાં જે તમામ વસ્તુઓના ડબલ ભાવ લક્ષ્મી કલરલેબના મલિક રમેશ સંતોકી દ્વારા લીધા હોવાનું બહાર આવ્યું હતું અને રાજકોટથી એ જ વસ્તુનું કોટેશન કઢાવી લક્ષ્મી કલરલેબના મલિક રમેશ સંતોકીને અતુલભાઈ દ્વારા ખરીદેલ તમામ વસ્તુઓ પરત લઈ અને રૂપિયા ૬૦૦૦પાછા આપવા માટે જણાવ્યું હતું પરંતુ બિલાડી દુધ પી ગઈ હતી તેવો ઘાટ સર્જાયો હતો અને લક્ષ્મી કલરલેબના મલિક રમેશ સંતોકી અને તેના પુત્ર અમિત દ્વારા આ વસ્તુઓ પરત લેવાનો ઇનકાર કરી દીધો હતો જે વસ્તુઓનું હજુ બિલ પણ મળ્યું નથી એ વસ્તુઓ પરત લેવા માટે લક્ષ્મી કલરલેબના માલિક દ્વારા સ્પષ્ટ પણે ઇનકાર કરી દેવતા અતુલભાઈ એ બિલ માગ્યું તો પ્રથમ બિલ પણ ના આપ્યું અને આખા ગામમાં કોઈ બિલ નથી આપતું અમે કોઈને બિલ નથી આપતાં તેવું કહી કોર્ટમાં દાવો કરો જ્યાં જાઉં હોય ત્યાં જાઓ બાકી વસ્તુઓ પાછી લેવામાં નહીં આવે તેમ કહી અતુલભાઈ ને ગર્ભિત રીતે ધમકી આપી થાય તે કરી લેવા જણાવતા અતુલભાઈ એ આ તમામ વાતોનો વિડીયો ઉતારી અને બિલ મેળવી ગ્રાહક સાથે અણછાજતું વર્તન કરનાર લક્ષ્મી કલર લેબના માલિક રમેશ સંતોકી વિરૃદ્ધ નામજોગ ગ્રાહક સુરક્ષા મંડળ અને કન્સ્યુમર કેર (ગ્રાહક સુરક્ષા) ધારા હેઠળ કોર્ટમાં દાવો કરવા તજવીજ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે આ મામલે આગામી સમયમાં છેતરપીંડી ફોજદારી ફરિયાદ પણ કાયદા ને અનુસરીને કરવામાં આવશે મોરબીમાં રોજના અસંખ્ય લોકોને આ લક્ષ્મી કલર લેબના મલિક દ્વારા બિલ ન આપીને છેતરવામાં આવે છે જો વેટ અને આઈટી વિભાગ પણ તાપસ કરે તો મોટા કૌભાંડ બહાર આવ શકે તેમ છે.

જો કે અતુલભાઈ સાથે બનેલો બનાવ અન્ય ગ્રાહક સાથે ન બને એ માટે અતુલભાઈ દ્વારા લોકોને ઠગતા આ લક્ષ્મી કલરલેબના સંચાલકોને પાઠ ભણાવવા કમરકસી લીધી છે અતુલભાઈ દ્વારા આગામી સમયમાં આઈટી વિભાગ અને વેટ વિભાગને પણ પત્ર લખી ટેક્સ ચોરી કરી પાકું બિલ ન આપતા લક્ષ્મી કલર લેબ દ્વારા કરવામાં આવેલ આજદિન સુધી સરકારી ખજાના ની ચોરીની માહિતી આપવામાં પણ આવશે તેવુ પત્રકાર અતુલભાઈ જોશીએ જણાવ્યું હતું.

આ સંજોગોમાં મોરબી વાસીઓને આ લક્ષ્મી કલર લેબમાં છેતરાતાં પહેલાં અન્ય જગ્યાએ ભાવ પુછીને જ ચીજવસ્તુ ખરીદવી જોઈએ તેવું આ ઘટના ઉપરથી ફલિત થાય છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text