મોરબીની સિરામિક ઇન્ક બનાવતી કંપનીમાં ઇટાલીની કંપનીએ 51 ટકા રોકાણ કર્યું

સિરામિક ઈન્કના માર્કેટમાં ભારતમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ડીલ

મોરબી : મોરબીમાં માત્ર પાંચ વર્ષ જૂની સિરામિક ઇન્ક બનાવતી કંપની ઇન્કેએરા ઇન્ક્સ ( સોલ ઇન્ક્સ પ્રા.લી.) એ પોતાનો ૫૧% હિસ્સો ઇટાલીની સીચર કંપનીને વેચ્યો છે. સિરામિક ઈન્કના માર્કેટમાં ભારતમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ડીલ છે

૨૦૧૩-૧૪ માં ખુબજ નાનાપાયે દેત્રોજા બંધુ મયુર અને દેવાંગએ વોરન ગ્નીન નામના કેમિકલ એન્જિયર સાથે મલી કંપની ની સ્થાપના કરી હતી. તેમના ફેમેલી મેમ્બર ચેતન કગથરા તથા સંજય પટેલ સાથે મલી તેઓ દ્વારા સિરામિક ટાઈલ્સના ડીજીટલ પ્રિન્ટીંગ માટેની ઇન્ક બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. બાદમાં આ કંપનીને વધારે આગળ વધારવાના હેતુ સાથે વરમોરા ગ્રુપ તથા નીલકંઠ ગ્રુપના યજ્ઞેશ આદ્રોજા પણ તેઓ સાથે જોડાયા હતા. એ સમયે સિરામિક ઉદ્યોગના ઇન્ક માર્કેટમા વિદેશી કંપનીઓનો દબદબો હતો. ઇન્કએરા જયારે માર્કેટમાં પ્રવેશી ત્યારે સિરામિક માર્કેટમાં ૯૮% જેટલો હિસ્સો વિદેશી કંપનીઓ પાસે હતો. જે હાલમાં ઇન્કએરા પાસે ૨૬% છે

ઇન્કએરા દ્વારા ૨૦૧૬ માં ઇન્કની નિકાસ પણ શરુ કરવામાં આવી હતી જેના પગલે આજે ઈરાનના ઇન્ક માર્કેટમા પણ ૨૦% હિસ્સો ઇન્કએરાનો છે ૨૦૧૭ માં વિદેશથી આયાત થતા રો-મટીરીયલ્સનું પ્રમાણ ઘટાડીને તેની સમકક્ષ સ્વદેશી કાચો માલ બનાવવા બદલ ઇન્કએરાને રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી દ્વારા “ઓવરસીઝ રીપ્લેસમેન્ટ એવોર્ડ” પણ એનાયત થયો હતો.

મેક ઇન ઇન્ડિયાના બેઝ પર વિસ્તરેલી ઇન્કએરાની પ્રગતી ઇટાલીની સિરામિક રો-મટીરીયલ્સ તથા ઇન્ક બનાવતી મલ્ટીનેશનલ કંપની સીચરના ધ્યાને આવી હતી. સીચર દ્વારા ઇન્કએરામાં ભાગીદાર તરીકે જોઈન્ટ થવા માટેની ઓફર અને વાર્તાલાપ શરુ થયો હતો અને આખરે ઇન્કએરાનો ૫૧% હિસ્સો સીચર દ્વારા ખરીદવામાં આવ્યો હતો. આ જોઇન્ટ વેન્ચર ની સફળતા મા ત્રિધા વેન્ચરસ તરફથી વિશાલ થક્કર અને શામિલ ચોટાઇ એ બહુ મહત્વ નો ભાગ ભજવેલ છે

આ ડીલ માટે ભારત આવેલા સીચરના એમડી જનફ્રાંકો પદોવાની તથા સીએફઓ મોવારોએ જણાવ્યું હતું કે ઇન્ડીયામાં વધી રહેલા સિરામિક ઉદ્યોગમાં અમે ઇન્કએરાની સાથે પ્રવેશ કરી રહ્યા છીએ. અને એ થકી આવનારા સમયમાં અમારા માટે વિપુલ તકો પ્રાપ્ત થવાની છે

જયારે ઇન્કએરા ના એમડી મયુર દેત્રોજા તથા ડાયરેક્ટર યજ્ઞેશ આદ્રોજાએ આ ડીલ અંગે વાત કરતા કહ્યું હતું કે, હાલમાં ભારતમાં ઉત્પાદિત થતી સિરામિક ટાઈલ્સની સરફેશની રેન્જ ખુબજ માર્યાદિત છે. અમારા આ જોડાણ દ્વારા અમે લોકલ સિરામિક પ્રોડક્ટ્સની સરફેશ હજુ વધુ નવી અને ઉચ્ચ પ્રકારની બનાવીશુ જે વિદેશની સમકક્ષ હશે.

ખુબ ટૂંકા રોકાણ થી શરુ થયેલી આ કંપનીએ માત્ર પાંચ જ વર્ષમાં બહુ મોટી બ્રાન્ડ વેલ્યુ બનાવી મોરબી તથા ગુજરાતનો વિશ્વમાં ડંકો વગાડ્યો છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en