માણેકવાડા ગામે પ્રજાસત્તાક દીને દેત્રોજા પરિવાર દ્વારા પ્રેરણાદાયી કાર્ય

- text


ગામની શાળાના તેજસ્વી સહિત તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણીક કીટ આપી સરકારી શાળામાં જ શિક્ષણ લેવા પ્રોત્સાહિત કર્યા

મોરબી: માણેકવાડા ગામે પ્રજાસત્તાક દિન નિમિત્તે દેત્રોજા પરિવારે પ્રેરણાદાયી કાર્ય કર્યું હતું.જેમાં ગામની શાળાના તેજસ્વી સહિત તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને તેમને અભ્યાસમાં મદદરૂપ થવાની સાથે ગામની સરકારી સ્કૂલમાં શિક્ષણ મેળવે તે માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

મોરબી તાલુકાના માણેકવાડા ગામના વતની ખેતી સાથે સંકળાયેલા રતિલાલભાઈ પ્રગજીભાઈ દેત્રોજાએ પ્રજાસત્તાક દિનની અનોખી ઉજવણી કરીને પ્રેરણાદાયી પહેલ કરી હતી.જેમ્સ તેમણે આ ગામની સરકારી પ્રાથમિક શાળા અભ્યાસ કરતા ધો.1 થી 7 ના પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓ તથા શાળામાં સૌથી ઓછા ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓ સહિત આ શાળાના તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટનું વિતરણ કર્યું હતું.જોકે તેઓ છેલ્લા દસ વર્થ આ સેવા પ્રવૃત્તિ કરીને વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થાય છે. આ સેવાપ્રવૃત્તિ પાછળ તેમનો ઉદ્દેશ એ છે કે ગામના તમામ બાળકો ગામની શાળામાં શિક્ષણ મેળવે અને અન્ય ખાનગી સ્કૂલમાં જતા અટકે.આ સાથે તેઓ સ્મશાન ગૃહમાં વૃક્ષ ઉછેર કરવો સહિતની સેવપ્રવૃત્તિઓ કરીને અન્યોને પ્રેરણબળ પૂરું પાડી રહ્યા છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

- text