મોરબીના ઘુંટુ નજીક કાર પલ્ટી ગઈ

મોરબી : મોરબીના ઘુંટુ ગામ નજીક કાર પલ્ટી ગઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના ઘુંટુ ગામ નજીક રોડ પર પસાર થતી જીજે ૩૬બી ૮૫૫૩ નંબરની સ્વીફ્ટ કાર સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવાતા પલ્ટી મારી ગઈ હતી. કાર રોડ પરથી દૂર સુધી ફંગોળાઈને રોડથી થોડે દુર પલ્ટી હતી. આ અકસ્માતમાં કારને નુકસાન પહોંચ્યું હતું. જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en