ટંકારા : ઓટાળા ગામે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ઉજવ્યો ગણતંત્ર દિવસ

- text


ટંકારા : ટંકારાના ઓટાળા ગામે ૭૦મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ગામની શાળામાં ત્રિરંગાને સલામી આપી બાળકોને પ્રજાસત્તાક પર્વની વિશેષ જાણકારી આપી ભૂલકાઓને માહિતગાર કરાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજકીય નેતાઓ અને તમામ શિક્ષકોએ હાજર રહી બાળકોમાં રાષ્ટ્ર ચેતનાની જાગૃતિ અર્થે મનનીય પ્રવચનો આપ્યા હતા.

ટંકારાના ઓટાળા ગામે સરકારી શાળા, ખાનગી સંકુલ તેમજ પંચાયત ભવન ખાતે દેશના સર્વોત્તમ ગૌરવ સમા ત્રિરંગાને રાષ્ટ્રગાન સાથે સલામી આપી ૭૦મા ગણતંત્ર દિવસની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ તકે શાળાના આચાર્ય, તમામ શિક્ષકો, ગામના સરપંચ અને ગ્રામપંચાયતના સભ્યો સાથે શાળાના ભુતપૂર્વ વિદ્યાર્થી અને યુવા નેતા બેચર ધોડાસરા હાજર રહ્યા હતા. બાળકોમાં નાનપણથી જ રાષ્ટ્રભાવના પ્રબળ બને અને રાષ્ટ્ર સંસ્કારિતાનું સિંચન થાય તેવા ઉદ્દેશથી દેશભક્તિની ગાથાઓ વર્ણવી હતી. દેશભક્તિની ગાથાઓ સાંભળી બાળકો સહિત હાજર તમામ ઉપસ્થિતઓએ દેશ પ્રત્યે ગૌરવન્તિતાની લાગણી અનુભવી હતી.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text