મોરબી : આરટીઓ કચેરી પાસે ટ્રાફિક જામ

- text


1 કલાકથી વાહન વ્યવહાર ઠપ્પ થઈ જતા વાહન ચાલકો હેરાન પરેશાન

મોરબી : મોરબી કંડલા હાઇવે પર આવેલ આર.ટી ઓ .કચેરી પાસે આજે સવારે ટ્રાફિકજામ સર્જાયો હતો. આ ટ્રાફિકજામને પગલે રોડની બન્ને બાજુએ વાહનોનની કતારો લાગી હતી.સવારના સમયે અગત્યના કામે નીકળેલા અનેક વાહનચાલકો ટ્રાફિકજામમાં ફસાયા હતા.જોકે 1 કલાક ટ્રાફિકજામ સ્થિતિ હોવાનું જાણવા મળે છે. તેથી વાહન વ્યવહાર ખોરવાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા.

- text

 

- text