મોરબી : સીએ ફાઉન્ડેશનના રિઝલ્ટમાં ડંકો વગાડતી નવયુગ એકેડમીની છાત્રો, જુઓ ઇન્ટરવ્યૂ

- text


   મોરબી જિલ્લામાં ટોપ ટુ માં નવયુગ કેરિયર એકેડમિની ત્રણ વિદ્યાર્થીનીઓ ઝળકી : પ્રાથમિક સ્કોલરશીપ એક્ઝામમાં પણ નવયુગનો ડંકો

મોરબી : વિદ્યાર્થીમાં માટે ચેલેન્જ સમાન સીએ ફાઉન્ડેશનના કોર્ષના પરિણામોમાં મોરબીની નવયુગ કેરિયર એકેડમીએ ડંકો વગાડી સમગ્ર મોરબી જિલ્લામાં નંબર વન અને નંબર ટુ નું સ્થાન હાંસલ કર્યું છે, નવયિગ કેરિયર એકેડમિની ત્રણ – ત્રણ વિદ્યાર્થીનીઓ ઝળકી છે, સાથો – સાથ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ એક્ઝામમાં પણ નવયુગ પરિવારનો વિદ્યાર્થી સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ આવ્યો છે.

તાજેતરમાં જાહેર થયેલા સીએ ફાઉન્ડેશનના પરિમાણોમાં મોરબી નવયુગ કેરિયર એકેડમીની ત્રણ – ત્રણ વિદ્યાર્થીનીઓ ઝળકી છે જેમાં રાઠોડ ધારિણી વાસુદેવભાઈ ૨૮૯ માર્ક્સ સાથે સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમે આવી છે તો ડાંગર મમતા જીવણભાઈ અને સંઘવી ખુશી દીપેશભાઈ ૨૩૪ માર્ક્સ સાથે મોરબી જિલ્લામાં બીજા સ્થાને આવી છે.

- text

આ ઉપરાંત તાજેતરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ સ્કોલરશીપ પરીક્ષા ૨૦૧૮માં નવયુગ સંકુલ વિરપર ખાતે ધોરણ ૬માં અભ્યાસ કરતો કૈલા રચિત શક્તિભાઈએ સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ આવી નવયુગ પરિવારનું ગૌરવ વધાર્યું છે.

નવયુગ પરિવારના ચારેય બાળકોની અપ્રિતમ સિદ્ધિ બદલ નવયુગ ગ્રુપના સુપ્રીમો પી.ડી.કાંજીયાએ અંતરથી શુભકામનાઓ પાઠવી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text