મોરબી : તમારા બાળકને પ્રિ સ્કૂલમાં મુકવાનું વિચારી રહ્યા છો ? તો આ ઇન્ટરવ્યૂ ખાસ જુઓ

મોરબીમાં બાળકોની પ્રતિભા ખીલે તેવું શિક્ષણ આપતી પ્રિ સ્કૂલ એટલે નવયુગ કિડ્સ : ટીચર્સ અને મેનેજમેન્ટ દ્વારા પેરેન્ટ્સ – કિડ્સની રસ, રુચિ મુજબ શિક્ષણ આપવાની અનોખી પહેલ

મોરબી : પ્રિ સ્કૂલ અને નર્સરી તેમેજ કેજી માટે એડમિશનની મોસમ શરૂ થવામાં છે ત્યારે મોરબીના સ્માર્ટ વાલીઓ મનમાં પોતાના બાળક માટે એડમિશન ક્યાં લેવું ? મારા બાળક માટે કઈ પ્રિ સ્કૂલ બેસ્ટ ? જેવા અનેક સવાલો મનમાં ઘુમરાઈ રહ્યા છે, જેથી મોરબી અપડેટની ટીમ દ્વારા બાળકને શિક્ષણ ક્યાં આપવું તેના સજેશન સાથે વિવિધ શાળાઓની મુલાકાત લઈ પેરેન્ટ્સની મૂંઝવણ દૂર કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં આજે મોરબી એજ્યુકેશન ક્ષેત્રે ટોચનું સ્થાન ધરાવતા નવયુગ એજ્યુકેશન ગ્રુપ સંચાલિત નવયુગ કિડ્સ એકેડમીની મુલાકાત લઇ પેરેન્ટ્સ માટે માહિતીપ્રદ ઇન્ટરવ્યૂ રજૂ કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

પી.ડી.કાંજીયા સાહેબની આગેવાની હેઠળ કે.જી.થી કોલેજ સુધી ક્વોલિટી એજ્યુકેશન આપતા મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા હવે મોરબીમાં નવી શરૂઆત રૂપે નવયુગ કિડ્સ એકેડમીનો પ્રારંભ કરવામાં આવ્યો છે જયાં બાળકોને આધુનિક પદ્ધતિથી ભાર વગરનું ભણતર અને એ પણ બાળક ખીલી ઉઠે તેવી સ્માર્ટ પદ્ધતિથી આપવામાં આવશે, સાથે – સાથે આજના સમયમાં વિસરાઈ રહેલી સયુંકત કુટુંબની ભાવના પણ બાળકમાં કેળવાય તેવા પ્રયાસો કરાશે.

આજે મોરબી શહેરમાં પ્રિ-સ્કુલ અને પ્લે હાઉસમાં અનેક નાની મોટી શૈક્ષણિક સંસ્થાઓ મેદાને આવ્યા છે ત્યારે અંગ્રેજી માધ્યમમાં બાળકને પાયાથી જ બેસ્ટ એજ્યુકેશન અને એ પણ હળવાફુલ વાતાવરણમાં મળી રહે તેવી વ્યવસ્થા નવયુગ કિડ્સ એકેડમિમાં કરવામાં આવી હોવાનું જણાવતા નવયુગ કિડ્સના હેડ ડો. મંજુ પરેચા કહે છે કે બાળક માત્ર ભણી ગણીને આગળ વધે તે જરૂરી નથી પરંતુ બાળક જે વિષય બાબતમાં રસ ધરાવતું હોય એ દિશામાં જો તેને આગળ ધપાવવામાં આવે તો સુંદર પરિણામ મળી શકે છે, દરેક બાળકમાં કોઈ ને કોઈ ખાસિયત પડેલી હોય છે અને એ ખાસિયત શોધી કાઢી ભણતર આપવુ એ જ અમારો ઉદેશ્ય છે.

એજ્યુકેશન ક્ષેત્રે હરીફાઈના આ જમાનામાં નવયુગ કિડ્સ કોઈ સાથે તુલના કરવામાં નથી માનતું પરંતુ અહીં આવતા બાળકને બેસ્ટ એજ્યુકેશનની સાથે સંસ્કાર મળે, કુટુંબ ભાવના ખીલે અને સાથે – સાથે બાળકને ભણવામાં આવતા વિષયોથી બરાબર વાકેફ થાય તે માટે રેગ્યુલર આઉટડોર ટુર મારફતે પ્રત્યક્ષીકરણ કરાવવું એ નવયુગ કિડ્સ એકેડમીનો મુખ્ય ધ્યેય હોવાનું તેમને ઉમેર્યુ હતું.

નવયુગ કિડ્સ એકેડમીની બીજી એક ખાસિયત એ છે કે અહીં તમામ સ્માર્ટ કલાસ છે અહીં બાળકોને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ એટલે કે ઓડિયો વિઝ્યુલ મેથડથી ટીચ કરવામાં આવશે, સાથે જ કુમળા બાળકોને સ્કૂલે જતા કરવામાં કાયમી મોટાપ્રશ્ન રૂપે જે બાબત આવે છે તે મમ્મી વગર રડતા બાળકને મમ્મીની યાદ ન આવે તેવી પરિવાર ભાવનાથી શિક્ષણ આપવા દરેક ટીચર્સને ખાસ તાલીમબદ્ધ કરવામાં આવ્યા હોવાનું પરેચા મેડમ જણાવે છે.

વ્યવસાયે ડોકટર હોવા છતાં શિક્ષણ સાથે જોડાયેલા ડો.મંજુ પરેચા ચાઈલ્ડ સાયકોલોજીમાં નિષ્ણાત હોવાથી બાળકો માટે અને ખાસ કરીને વાલીઓ માટે પણ ખૂબ જ સરળ અને ઉપયોગી ટિપ્સ થકી પેરેન્ટસને સમયાંતરે અવેર કરવા નવયુગ કિડ્સ કટિબદ્ધ હોવાનું જણાવી તેઓ ઉમેરે છે કે, એકેડમિમાં દરમહિને પેરેન્ટ્સ સાથે નિયમિત મિટિંગ યોજી બાળકના રસ, રુચિથી પરરેન્ટ્સને અવગત કરાવવામાં આવશે ઉપરાંત બાળક સ્કૂલમાં શુ કરે છે ? શું શીખે છે તે તમામ બાબતોને પેરેન્ટ્સ સુધી વિથ ફોટોગ્રાફ માહિતી એકેડમી દ્વારા પૂરી પાડવામાં આવશે.

આમ, આપ પણ જો આપના બાળકના ભણતરને લઈ ચિંતિત હો અને એડમિશનને લઈ આપના મનમાં પણ જો પ્રશ્નો ઉદભવી રહ્યા હોય તો આપને આ ઇન્ટરવ્યૂ ચોક્કસપણે ઉપયોગી નીવડશે, સાથે જ આપ પણ નવયુગ કિડ્સ એકેડમિની મુલાકાત લઈ પ્રત્યક્ષ માહિતી પણ મેળવી શકો છો.

વધુ વિગત માટે
નવયુગ કિડ્સ & સ્કિલ કરિયર એકેડમી
ઓમ શાંતિ કોમ્પ્લેક્ષ, રાધેશ્યામ પ્રોવિઝન સ્ટોરની પાસે,
રવાપર રોડ, મોરબી
સંપર્ક : 9727247472, 9687747472