માળીયા સરકારી શાળાની બાળાઓને સ્વરક્ષણ વિશે માહિતી અપાઈ

માળીયા : માળીયાની સરકારી પ્રાથમિક શાળાની બાળાઓને સમાજ સુરક્ષા વિભાગ અને બાળ સુરક્ષા વિભાગ, મોરબીના રંજનબેન મકવાણા દ્વારા ગુડ ટચ- બેડ ટચ, બાળ અધિકાર અને સ્વરક્ષણ વિશે માહિતી અપાઈ હતી. આ કાર્યક્રમનો લાભ 200 જેટલી બાળાઓએ લીધો હતો, તેમજ શાળાના આચાર્ય ભરતભાઈ અને હરદેવભાઈ તથા અન્ય શિક્ષકોએ સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન આનંદી સંસ્થાના કો ઓર્ડીનેટર જ્યોત્સ્નાબેન જાડેજાએ કર્યું હતું.