મોરબીમાં પીધેલી હાલતમાં પાંચ તેમજ દેશી દારૂના જથ્થા સાથે ચાર પકડાયા

- text


મોરબી : મોરબીમાં પીધેલી હાલતમાં પાંચ તેમજ દેશી દારૂના જથ્થા સાથે ચાર શખ્સોને પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે ટંકારા અને માળિયા પોલીસે પણ એક-એક શખ્સને પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા.

મોરબીના ત્રાજપર ખારી રોડ પરથી સાગરભાઇ કેશાભાઇ સારલા, માળિયા ફાટક પાસેથી રાજેશભાઇ સામજીભાઇ કુકાવા, સાગર ઉર્ફે ડોકટર રાજેશભાઇ કુકાવા, મચ્છુબારી મેઈન રોડ પરથી કપિલભાઇ ચમનભાઇ પઢીયાર અને પાનેલી ગામેથી કરશનભાઇ ઉર્ફે કચો ગોવીંદભાઇ ઉર્ફે ગોવાભાઇ ટીડાણીને ઉપરાંત ટંકારાના સરાયા ગામેથી યુનુસભાઇ ઉર્ફે કટુડો મામદભાઇ વિકીયા જ્યારે માળિયામાં રાજેશભાઇ સોંડાભાઇ પંચાસરા, અબ્દુલભાઇ ઉર્ફે અબલો હબીબભાઇ જેડાને પકડી પાડવામાં આવ્યા હતા.

- text

આ ઉપરાંત મોરબીના લાભનગર પાછળથી કિશોરભાઇ લાભુભાઇ કગથરા, મહેન્દ્રનગરમાંથી મનીષાબેન રાજેશભાઇ ધામેચા , સર્કિટ હાઉસ પાસેથી દિપકભાઇ બાબુભાઇ ડાભી, પાનેલી ગામેથી રાસીંગભાઇ ગોવીંદભાઇ ઉર્ફે ગોવાભાઇ ટીડાણીને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.

- text