મોરબીમાં શ્રેષ્ઠ બીએલઓને એવોર્ડથી સન્માનિત કરતા કલેકટર

- text


મોરબી : મોરબીમાં આજે મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેકટર દ્વારા રમેશભાઈ હૂંબલને શ્રેષ્ઠ બીએલઓનો એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મોરબી સહિત તમામ જિલ્લાઓમાં આજે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દરેક જિલ્લામાં શ્રેષ્ઠ બીએલઓનું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે મોરબીમાં જિલ્લા કલેકટર માકડીયાના હસ્તે ૬૫ વિધાનસભા વિસ્તારમાં કામગીરી કરનાર ખીરસરા પ્રાથમિક શાળાના રમેશભાઈ હૂંબલને શ્રેષ્ઠ બીએલઓનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

- text

- text