મોરબીમાં અજાણ્યા શખ્સોનો આતંક : ઘરમા ઘૂસીને ધોકા અને પાઇપ વડે કરી તોડફોડ, જુઓ વિડિઓ

પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ : સીસીટીવીના આધારે તપાસ હાથ ધરાઈ

મોરબી : મોરબીના વાવડી રોડ પર આજે અજાણ્યા શખ્સોએ ધોળા દિવસે આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ચારથી પાંચ જેટલા શખ્સોએ એક ઘરમાં તેમજ વાહનોમાં તોડફોડ કરી હતી. હાલ આ મામલે પોલીસે સીસીટીવીના આધારે તપાસ આદરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી વાવડી રોડ પર આવેલ નંદનવન સોસાયટીમાં અજાણ્યા શખ્સોએ આતંક મચાવ્યો હતો. ધોકા અને પાઇપ સાથે સ્કોર્પિયોમા ધસી આવેલા ચારથી પાંચ જેટલા અજાણ્યા શખ્સોએ રમેશભાઈ સીદાભાઈ પરસાડીયા ઉ.વ. ૫૦ના ઘરમાં પ્રવેશીને બારી તેમજ દરવાજાની તોડફોડ કરી હતી. આ ઉપરાંત વાહનોની પણ તોડફોડ કરી નુકશાન પહોચાડ્યું હતું.

આ તોડફોડની ઘટનામાં મકાન માલિક ઘવાયા હતા. જેથી તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તોડફોડ કરનાર શખ્સો કાલિકા પ્લોટ બાજુથી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ધોળા દિવસે ચારથી પાંચ શખ્સોએ આતંક મચાવ્યો હોવાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. હાલ પોલી