મોરબી : એડન સીરામીક સિટીમાં કજારીયા ટાઇલ્સ કંપનીના ભવ્ય ડિસ્પ્લે શોરૂમનું ઉદ્ઘાટન

- text


આંતરરાષ્ટ્રીય કક્ષાના એડન સીરામીક સીટી કોમ્પ્લેક્ષમા ટાઇલ્સની સુપ્રસિદ્ધ બ્રાન્ડ કજારીયાનું નવું સોપાન

મોરબી : મોરબીના ખ્યાતનામ એડન સીરામીક સીટી કોમ્પ્લેક્ષમાં ટાઇલ્સની સુપ્રસિધ્ધ બ્રાન્ડ કજારીયા કંપનીએ પોતાના ડિસ્પ્લેય શો રૂમનો શુભારંભ કર્યો છે. જો કે કજારિયા સહિતની ટોચની ટાઇલ્સ કંપનીઓ મોટાભાગનું જોબવર્ક મોરબીમાંથી જ તૈયાર કરાવે છે. ત્યારે આ પ્રકારની મોટી કંપનીઓએ શહેરમાં પોતાનો ડિસ્પ્લે શો રૂમ પણ શરૂ કરતા મોરબીમાં આવતા ટાઇલ્સના ગ્રાહકોને ફાયદો થશે.

શો રૂમના ઓપનિંગ સમયે કજારીયા ગ્રૂપના ચેતન કજારીયાએ જણાવ્યું કે મોરબીના ઉદ્યોગપતિઓ હાર્ડવર્ક કરવા માટે જાણીતા છે. સીરામીક સીટી મોરબીમાં અનેક કોર્પોરેટ પોતાના શો રૂમ શરૂ કરી પ્રોડક્ટને ડિસ્પ્લે કરી રહ્યા છે. ત્યારે કજારીયા ગ્રૂપે પણ મોરબી ખાતે પોતાનું એકમ ઉભું કર્યું છે. અહીંના ખ્યાતનામ એડન સીરામીક સીટી કોમ્પ્લેક્ષમાં કજારીયા ટાઇલ્સનો ડિસ્પ્લે શોરૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેનું ધામધૂમથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

જ્યારે કજારીયા ટાઇલ્સના ટેકનીકલ ડાયરેક્ટર બસંતકુમાર સિન્હાએ જણાવ્યું કે મોરબીમાં સીરામીક અને વિટ્રીફાઇડ બન્ને ડિવિઝનમા પ્રોડક્શન બેઇઝનો વ્યાપ ખૂબ વધ્યો છે. ત્યારે ૨૫ થી વધુ એકમો છે જેની પાસેથી અમે ટાઇલ્સ મેળવીને પુરા દેશમાં ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. મોરબીમાં ગુણવતાયુક્ત ટાઇલ્સ બને છે. જેથી અમે આશા રાખીએ છીએ કે મોરબીમાથી અમારી કંપનીને ખૂબ લાભ થશે. હાલ ભારતના ૨૯ રાજ્યોમા અમારી કંપની ટાઇલ્સ ડિસ્ટ્રીબ્યુટ કરે છે.

- text

કજારીયા કંપનીએ જ્યાં પોતાનો કંપની શોરૂમ શરૂ કર્યો છે તે મોરબી નેશનલ હાઇવે પર લાલપર નજીક આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના એડન સીરામીક સીટી કોમ્પ્લેક્ષના ઓનર રાજુભાઇ પટેલે આ તકે જણાવ્યું હતું કે મોરબીમાં કજારીયા જેવી મોટી બ્રાંડના શોરૂમ શરૂ થવાએ ખૂબ સારી બાબત છે. અને આ શોરૂમ અમારા એડન સીરામીક સીટી કોમ્પ્લેક્ષમાં ખુલ્યો છે. એડન સીટી દ્વારા મોરબીના કલસ્ટરને કોમર્શિયલી સેન્ટ્રલાઈઝ ડિસ્પ્લે સેન્ટર આપવાનો પ્રયાસ છે. કોમર્શિયલ એક્ટિવિટી સેન્ટ્રલાઈઝ કરવા માટે આ કોમ્પ્લેક્ષનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં ૧૨ કોર્પોરેટ ઓફીસ છે. જેમાં એક ઓફિસનો એરિયા ૧૨,૫૦૦ સ્કવેર ફીટ છે. આ ઉપરાંત ૪૮ ડિસ્પ્લે સેન્ટર છે. જેના એરિયા ૨૦૦૦ અને ૩૦૦૦ સ્કવેર ફિટ છે. ગુજરાત નહિ ભારતમાં આ પ્રથમ સીરામીક માટેનું આંતરરાષ્ટ્રીય કક્ષાનું કોમ્પ્લેક્ષ છે. આ કોમ્પ્લેક્ષમાં ૧૮૦થી ૨૦૦ જેટલા વાહનો માટે અન્ડર ગ્રાઉન્ડ પાર્કિંગની વ્યવસ્થા રાખવામાં આવી છે. સાથે ૧૨ લિફ્ટ કોર્પોરેટ ઓફીસ માટે, ૩ જનરલ લિફ્ટ ડિસ્પ્લે માટે રાખવામાં આવી છે. આ ઉપરાંત ઇન્ડોર ગેમ, બિઝનેશ કન્વેન્સન સેન્ટર, બેંકવીટ હોલ, કોન્ફરન્સ હોલ સહિતની તમામ ઇન્ડોર એમીનીટી ફેસિલિટી આ કોમ્પ્લેક્ષના ઉપ્લબ્ધ છે

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text