દ્વારકાના દરિયામાં મરીન ઇકો સિસ્ટમ અને ખગોળીય જ્ઞાન લેતી મોરબીની વિદ્યાર્થીનીઓ

- text


ઓ.આર.પટેલ મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ માણ્યો મરીન કેમ્પનો અદભુત આનંદ

મોરબી : મોરબીની ઓ.ર.પટેલ મહિલા કોલેજની વિદ્યાર્થીનિઓએ તાજેતરમાં ઓખા – દ્વારકાના દરિયાકાંઠે દરિયાઈ જીવ સૃષ્ટિ અને ખગોળીય વિજ્ઞાનને જાણવા માણવા મરીન એજ્યુકેશન કેમ્પમાં ભાગ લીધો હતો.

મોરબીની શિક્ષણ અને સંસ્કાર ક્ષેત્રે હંમેશા અગ્રેસર એવી આર.ઓ. પટેલ મહિલા કોલેજ દ્વારા વાણિજ્ય વિધા શાખાનો ૩ દિવસીય મરીન એજ્યુકેશન કેમ્પનું નંદનવન (બેટ દ્વારકા) ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજની વિધાર્થિનીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. મોરબીથી ઓખા દ્વારકા જવા માટે મોરબી અને વાંકાનેરવાસીઓની લાઇફ લાઇન સમાન મોરબી-વાંકાનેર ડેમુ ટ્રેનમાં અને વાંકાનેરથી ઓખા જવા માટે અમદાવાદ-ઓખા પેસેન્જર ટ્રેનમાં મુસાફરી કરી વિદ્યાર્થીનીઓએ ઈન્ડિયન રેલ્વેની પણ મજા માણી હતી.

આ મરીન એજ્યુકેશન કેમ્પમાં પ્રથમ દિવસે વિધાર્થિનીઓને કુદરતી વાતાવરણનાં સાનિધ્યમાં દરીયાઈ અને ખગોળીય ઘટના વિશેની સામાન્ય સમજ મેળવી હતી ત્યારબાદ બપોરના સમયે વિધાર્થીનીઓને ફ્લૉટીંગ (દરીયામાં ચત્તા સુતા સુતા તરવાની પધ્ધતિ) શિખવાડ્યું હતું. બપોર પછીના સમયમાં મરીન ઇકો સિસ્ટમ વિશેનું પ્રેક્ટિકલ જ્ઞાન આપ્યું હતું જેમાં નાના દરીયાઇ ખડક, પથ્થર, ભરતી-ઓટ વગેરેની ઝીણવટભરી માહિતીથી વાકેફ થયા હતા. રાત્રિના સમયે સ્ટાર ઓબ્ઝર્વેશન જેમાં ધ્રુવ તારો, સેટેલાઈટ, સપ્તપદી, જેવા અસંખ્ય તારાઓ અને ખગોળીય વિજ્ઞાનની અમુક ધટનાઓ જેવી કે ચંન્દ્ર ગ્રહણ, સુર્ય ગ્રહણ, પુનમ, અમાસ, ભરતી ઓટ વગેરે માહિતી પુરી પાડી હતી.

બીજા દિવસે વહેલી સવારમાં ગળાડૂબ ઠંડા પાણીમાં સનરાઈઝની (ઉગતા સૂર્યનો નજારો) સાથે પૃથ્વી પોતાની ધરી પર ગોળ ફરે છે તેના વિશેનું વિહંગાવલોકન કર્યું હતું. ત્યારબાદ સૅન્ડબાથ (રેતીનું સ્નાન) અને સનબાથ (સુર્ય સ્નાન)નો ભરપુર લાભ લીધો હતો. બપોર પછીના સમયમાં મરીન ગાર્ડનની મુલાકાત લીધી હતી જેમાં વિધાર્થિનીઓને કરચલાં, જુદી જુદી પ્રકારની દરીયાઇ માછલીઓ, દરીયાઇ ફુલ, સ્ટાર ફીશ, ઝીંગા, કોરલ, રોક્સ, મડ, સેન્ડ, દરીયાઇ છીપ, શંખ, દરીયાઇ કોડી, જૈલી ફીશ, દરીયાઇ ગોકળગાય, બફર ફીશ વગેરેને લાઈવ નિહાળ્યા હતા. સાંજનાં સમયે બેટ દ્વારકામાં હિન્દુ ધર્મનું પ્રખ્યાત હનુમાન દાંડી મંદિરમાં હનુમાનજી અને મકરધ્વજીના દર્શન કર્યા હતા. રાત્રિના સમયે એક મરીન ડોક્યુમેન્ટ્રી ફિલ્મ નિહાળી હકીકત (ફેક્ટ, વિજ્ઞાન) અને અંધશ્રદ્ધા વચ્ચેની ભેદરેખા જાણી હતી.

- text

ત્રીજા દિવસે સવારના સમયે કેમ્પ સાઇટ થી આશરે ૪૦ થી ૫૦ નૌટીકલમાઇલ દુર દરીયાની વચ્ચે ડોલ્ફિન પોઈન્ટ પર અઢળક નાની મોટી ડોલ્ફિન માછલી જોઈ વિધાર્થીનીઓ અચંબિત થઈ ગઈ હતી. ત્યાંથી પરત ફરી બપોરના સમયે મડબાથનો (માટીનું સ્નાન) અદભુત લહાવો લઈ તેના અઢળક ફાયદોઓ વિશેની માહિતી મેળવી હતી. છેલ્લે સાંજનાં સમયે બેટ દ્વારકામાં દ્રારકાધીશના દર્શન પણ કર્યા હતા.

પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીનીઓએ ત્રીજા દિવસે મુસાફરી ટ્રેનમાં કરી મોરબી પરત ફર્યા હતા. આ મરીન એજ્યુકેશન કેમ્પમાં વિધાર્થિનીઓને એક નવા જ વિષયની માહિતી મેળવી ઉત્સાહીત થઈ ગયા હતા અને આ ત્રણ દિવસ વિધાર્થીનીઓ તમામ પ્રકારની ભૌતિક ચીજવસ્તુઓ જેવી કે ફ્લેટ, રાચરચીલું, પ્લાસ્ટિક, સાબુ, શેમ્પુ, કોસ્મેટિક આઇટમોથી સદંતર દૂર રહી અને એક સામાન્ય શણની ઝૂંપડીમાં રહી દરરોજની દિનચર્યા પૂરી કરી પ્રાચીન ભારતની રહેણીકરણીની ઝાંખી કરી હતી.

આ મરીન એજ્યુકેશન કેમ્પનું સંપૂર્ણ સુચારુ આયોજન કોમર્સ વિભાગના એચ.ઓ.ડી. મયુરભાઈ હાલપરા તથા સ્ટાફગણમાં સીમાબેન દેકાવડીયા, દિક્ષિતભાઈ ભોરણીયા અને હાર્દિકભાઈ દલસાણીયા એ ભારે જહેમત ઉઠાવી સંપૂર્ણ પ્રવાસને યાદગાર બનાવ્યો હતો.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text