મોરબી જિલ્લામા જવાહર નવોદય વિદ્યાલય બનાવવાની માંગ

- text


જિલ્લા ભાજપ પ્રમુખ ગડારાની કલેકટર તેમજ કચ્છ અને રાજકોટના સાંસદને રજુઆત

મોરબી : તાજેતરમાં નવા બનેલા સાત જિલ્લા પૈકી છમાં જવાહર નવોદય વિદ્યાલય શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે નવા બનેલા મોરબી જિલ્લામા પણ જવાહર વિદ્યાલય બનાવવાની પ્રબળ માંગ ઉઠી છે. આ મામલે જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઇ ગડારા દ્વારા જિલ્લા કલેકટર તેમજ મોરબી અને કચ્છના સાંસદોને રજુઆત કરવામાં આવી છે.

રજુઆતમાં જણાવાયું કે ગુજરાત રાજ્યમાં સાત નવા જીલ્લા પાંચ વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યા છે. તેમાંથી છ નવા જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય શરૂ પણ થઈ ગઈ છે. પરંતુ મોરબી જીલ્લામાં હજુ સૂધી વિદ્યાલય શરૂ થઈ નથી. જે છ નવા જીલ્લા માં જવાહર નવોદય વિદ્યાલય શરૂ થઈ છે તેમાં વૈકલ્પિક વ્યવસ્થા અંતર્ગત ૧૬ રૂમ વાળી બિલ્ડીંગ ફાળવવામાં આવી છે. હાલ ત્યાં છેલ્લા ૨ વર્ષ થી શૈક્ષણિક કાર્ય પણ ચાલુ છે. જો આ પ્રકાર ની વૈકલ્પિક સુવિધા વાળું બિલ્ડીંગ મોરબી જીલ્લામાં મળી જાય તો આ નવા શૈક્ષણિક વર્ષ દરમિયાન જવાહર નવોદય વિદ્યાલય મોરબીમાં પણ શરૂ થઈ શકે તેમજ જીલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના તેજસ્વી વિદ્યાર્થીઑને જવાહર નવોદય વિદ્યાલય દ્વારા સીબીએસઇનો અભ્યાસક્રમ ભણવા મળે.

- text

પ્રાપ્ત માહિતી મુજબ કેન્દ્ર સરકાર દ્વારા જવાહર નવોદય વિદ્યાલય માટે જમીન ની ફાળવણી પણ કરી દીધેલ છે પરંતુ અમુક કારણોસર તેને બહાલી મળી નથી. ઉપરાંત કેન્દ્ર સરકારે રૂ. ૨૦,૦૦૦,૦૦૦૦ /- ફાળવેલ છે. તેનો સત્વરે ઉપયોગ થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા તેમજ હાલ પૂરતી બિલ્ડીંગની વ્યવસ્થા કરવા માટે મોરબી જીલ્લામાં ઘણી બધી સરકારી તેમજ અર્ધ સરકારી શાળાઓ હોય આવી શાળાના બિલ્ડીંગ માં વિદ્યાલય શરૂ કરાય તો વિદ્યાર્થીઓ નો અભ્યાસ રાબેતા મુજબ શરૂ થઈ શકે તે માટે યોગ્ય કાર્યવાહી કરવા માટે મોરબી જીલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઇ ગડારા દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર, કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા તથા રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયાને રજૂઆત કરવામાં આવી છે.

- text