મોરબી સહિતના શહેરોમાં દરોડા પાડ્યા બાદ જીએસટી વિભાગની રૂ. ૪.૫ કરોડની રિકવરી

- text


જીએસટી વિભાગ દ્વારા રૂ. ૧૪. કરોડનો વેરો વસૂલવા આકરી કાર્યવાહી : ૮ થી ૧૦ એકમોના બેંક એકાઉન્ટ અને માલ સ્ટોક ઉપર ટાંચ મુકાઈ

મોરબી : ચાલુ સપ્તાહે જીએસટી વિભાગે મોરબી સહિતના શહેરોમાં સિરામીક, જીનિંગ તેમજ મશીનરીના ૨૧ એકમો પર દરોડા પાડયા હતા. આ દરોડા બાદ વસુલવા પાત્ર થતાં રૂા.૧૪.૨૪ કરોડના વેરામાંથી રૂા.૪.૫ કરોડની રિકવરી જીએસટી વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત ૮ થી ૧૦ એકમોના બેંક એકાઉન્ટ અને માલ સ્ટોક ઉપર ટાંચ મુકવાની આકરી કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

જીએસટી વિભાગના સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના જીએસટી વિભાગે મોરબી ઉપરાંત રાજકોટ અને વાંકાનેરમાં આવેલા સીરામીક, જીનિંગ તેમજ મશીનરીના ૨૧ જેટલા એકમો પર ચાલુ સપ્તાહ દરમિયાન દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામા એકમોએ કરેલી અનેક ગોલમાલ સામે આવી હતી. બાકી વેરા મામલે રાજકોટ જીએસટી વિભાગે દરોડા પાડ્યા બાદ ત્રણ દિવસ સુધી કાર્યવાહી ચાલી હતી.

- text

તપાસના અંતે વસુલવા પાત્ર થતાં રૂા.૧૪.૨૪ કરોડના વેરામાંથી જીએસટી વિભાગે રૂા.૪.૫૦ કરોડની વસુલાત કરી છે. નોંધનીય છે કે, ગઈકાલે પણ રાજકોટ જીએસટી વિભાગે આ તપાસના અનુસંધાને એકમો પાસેથી રૂા.૩.૮૦ કરોડની વસુલાત કરી હતી. ઉપરાંત ૮ થી ૧૦ વેપારીઓ એવા છે કે જે ને જીએસટી વિભાગની કાર્યવાહી કરવા છતાં પણ વેરો ભર્યો ન હતો. આ તમામ એકમોના બેંક એકાઉન્ટ અને માલ સ્ટોક ઉપર જીએસટી વિભાગે ટાંચ મુકીને આકરી કાર્યવાહી કરતા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text