ટંકારા : બસ સ્ટેન્ડ બાદ ખેડૂતો માટે માર્કેટ યાર્ડ બનાવવાની માંગ

- text


ટંકારમાં માર્કેટ યાર્ડ બને તો ખેડુતોને મોરબી-રાજકોટના ધક્કામાંથી મુક્તિ મળશે

ટંકારા : બસ સ્ટેન્ડ બાદ ખેડૂતો માટે યાર્ડ ની માંગ ઉઠી છે. 1974 મા ટંકારા મા બજાર ધમધમતી ખેડુતો તેની જણસ અહી વેચી શકતા હતા.ખેડીતોને હવે રાજકોટ મોરબી સુધી ના ધખ્ખા ખાવા પડે છે ફરી થી માર્કેટ શરૂ થાય તે જરૂરી છે.મોરબી જિલ્લા ના ટંકારા ને બાદ કરતાં ત્રણેય તાલુકા મા માર્કેટ યાર્ડ છે.તેથી ટંકારમાં પણ માર્કેટ યાર્ડ બનાવવાની માંગ ઉઠી છે.

ટંકારા તાલુકો બન્યો એ પહેલાં ગામડું હતુ પણ કેવુ તો કે રજવાડી ગામ મેન બજાર બે વખત તો સાફ થાય અને ધુળ ન ઉડે એટલે પાણી નો છટકાવ. સવાર સાંજ રેલવે આવે દેરીનાકે બસ સ્ટેન્ડ નો ધમધમાટ દર્દી માટે હોસ્પિટલ પૌસા ની લેતી દેતી માટે ટેઝરી માર્કેટ યાર્ડ અને ૪૫ ગામડા ના અનાજ કપડા ની ખરીદી ધી ની તો નદી વહે બજાર મા રેઢીયાર ઢોર ને ડબે પુરી ડંડ વસુલે. આ બધી કોઈ હવા ની વાત નથી પણ ટંકારા ગામ ની હકીકત છે જે આજે વિકાસ થી વંચિત રહી ગયો છે અને પ્રગતિ ને બદલ પડતી આવી હોય તેમ યાર્ડ. રેલવે. બસ સ્ટેન્ડ. ટેઝરી ફાયર બ્રિગેડ થી લઈ અનેક પ્રાથમિક સવલતો થી વંચિત છે

- text

જેમ જેમ દેશે પ્રગતિ કરી તેમ ટંકારા ની પડતી આવતી ગઈ હોય તેમ એક પછી એક સેવા છીનવાઈ ગઈ આઝાદી પહેલા ખેડુતો ને તેના ઉત્પાદન નો માલ અહીજ વેચાઈ જતો જેના માટે માર્કેટ યાર્ડ ધમધમતુ પરંતુ અંદાજે 1974 પછી આ સેવા ને બંધ કરવામા આવી અને આજે ખેડુતો તેની ઉપજનો માલ મોરબી રાજકોટ સુધી વેચવા માટે જઈ રહા છે જેમાં સમય અને નાણા નો વધુ વ્યય થાય છે એ ઉપરાંત ટંકારા કોટન ક્ષેત્ર નુ હબ ગણાય છે જ્યા કપાસ ની ગાડી મોઢે ખરીદી થાય છે પરંતુ યાર્ડ ન હોવાથી વેચનાર અને ખરીદનાર ને વધુ ડીઝલ સાથે સમય નો બગાડ થાય છે તો ટંકારા મા ફરી એક વાર યાર્ડ નો ધમધમાટ શરૂ થાય અને જુની રોનક પાછી આવે તેવી માંગ ઉઠી છે

- text