હળવદના ચકચારી પ્રેમ પ્રકરણમાં પત્નીને મરવા મજબૂર કરનાર પતિ, પ્રેમિકા જામીન મુક્ત

- text


લગ્ન બહારના જાતીય સંબંધો મામલે મોરબીની અદાલતમાં બચાવ પક્ષની ધારદાર દલીલો બાદ જામીન મંજુર

મોરબી : હળવદના ચકચારી પ્રેમ પ્રકરણમાં પતિ, પત્ની ઔર વો ના કિસ્સામાં પતિના લગ્ન બહારના સંબંધોને કારણે પત્નીએ આપઘાત કરી લેવા પ્રકરણમાં અદાલતમાં જામીન માટે કાનૂની જંગમાં બચાવપક્ષની ધારદાર દલીલ બાદ મોરબીની અદાલતે પતિને જામીન મુક્ત કર્યો છે અને પ્રેમિકાને ગુજરાત હાઇકોર્ટમાંથી જામીન મંજુર થયા છે.

આ કેસની વિગત જોઈએ તો હળવદ તાલુકા પોલીસે ફરીયાદી જીવણભાઈ છગનભાઈ પ૨મા૨, ૨હે.જેતપરવાળાની ફરીયાદ પરથી પોતાની દીકરી
હેતલબેનના પતિએ લગ્ન બહારના જાતીય સંબંધ રાખી મરણ જનાર પોતાની પુત્રી સાથે કોઈ વ્યવહારીક સંબંધ નહી રાખી નાની – નાની બાબતોમાં મેણાટોણા મારી અસહય ત્રાસ આપી મરી જવા મજબુર કરતા હેતલબેને પોતાની મેળે કેરોસીન છાંટી સળગી જતા આખા શરીરે દાઝી જતા મોત નીપજેલ હતું.

- text

આ ફરીયાદના આધારે હળવદ પોલીસે આરોપી પતિ અનિલ ગોવિંદ મકવાણા અને પ્રેમિકા જાગૃતિ કાળુભાઈ પરમાર વિરુદ્ધ આઈ.પી.સી. કલમ ૪૯૮એ,૩૦૬ વગેરે મુજબનો ગુનો નોંધી ધરપકડ કરેલી હતી. બન્ને આરોપી તરફે મોરબીના ધારાશાસ્ત્રી દીલીપ અગેચાણીયા રોકાયેલ આ કામના આરોપી જાગૃતીબેનની જામીન અરજી નામ. ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન પર છોડેલ અને આરોપી પતિ અનીલની જામીન અરજી મોરબીના એડી.ડીસ્ટ્રકટ એન્ડ સેસન્સ જજ ઉપાધ્યાય સાહેબની કોર્ટમાં દાખલ કરવામાં આવેલ જેમાં બચાવપક્ષે એવી દલીલ કરવામા આવી કે આ કામમાં ફરીયાદી તરફે ફરીયાદ મોડી કરવામાં આવેલ છે. બન્ને આરોપીઓ વચ્ચે કોઈ પ્રેમ સંબંધ ન હતો. ફરીયાદી દવારા ખોટી ફરીયાદ નોંધાવતા હતા અને
બન્ને આરોપી નીર્દોષ છે. કાયદાના સિધાંત મુજબ કોઈપણ ગુનેગારને તેની ઉપરનો ગુનો સાબીત ન થાય ત્યા સુધી તેમને નિર્દોષ માનવો જોઈએ તેવો ન્યાયતંત્ર નો સહિત છે. આઈ. પી.સી. ૩૦૬ મુજબનો પ્રથમ દર્શનીય કેસ નથી આ કામમાં તપાસ થઈ ગયેલ છે. અને આરોપીઓ દ્વારા આપઘાત કરવામાં કોઈ ભાગ ભજવેલ નથી. તમામ દલીલો માન્ય રાખી આરોપી અનીલને ૨૫,૦૦૦ હજારને શરતી જામીન પર છોડવાનો અદાલતે હુકમ કરેલ છે.

આરોપીઓ તરફે મોરબી જીલ્લાના સીનીયર.ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચણીયા, યુવા ધારાશાસ્ત્રી જીતેનભાઈ અગેચણીયા, પુનમબેન અગેચણીયા, જીતેન્દ્ર સોલંકી, સુનીલ માલકીયા, નર્મદાબેન ગડેસીયા, રમેશભાઈ ચાવડા, હિતેષ પરમાર,નીધીબેન વાધડીયા, રોકાયેલ હતા.

- text