વાંકાનેરના બે મિત્રોએ જલ સેવા એ પ્રભુસેવા નું સૂત્ર સાર્થક કરી બતાવ્યું

- text


વાંકાનેર : માણસ સેવાકીય પ્રવૃત્તિ કરવા માંગે તો કુદરત પણ તેમને સાથ આપે છે પહેલાનો સમય હતો કે માણસો પાણીના પરબ બંધાવતા પરંતુ અત્યારના આધુનિક યુગમાં પાણી પણ પૈસા વગર મળતું નથી એ સત્ય હકીકત છે. સામાન્ય માણસને બહારગામ જવું હોય તો પીવાના પાણીના પણ અલગ બજેટ રાખવા પડે છે કારણ હવે તો પાણીના પરબ બંધ થતાં નાછૂટકે લોકોને પાણીની બોટલ લઈ પોતાની તરસ છીપાવી પડે છે. ગામડેથી વાંકાનેર આવતાં ખેડૂતો અને અન્ય નાના માણસોની પીવાના પાણીની વ્યવસ્થા કરવા માટે વાંકાનેરના બે મિત્રોએ એક અનોખી નેમ લઇ સમાજને એક નવો રાહ ચિંધ્યો છે.

વાત છે વાંકાનેરના બટુકભાઈ નરભેરામભાઈ દાદલ રાજગોર બ્રાહ્મણ (કચ્છ કેસરી ગૃપ) અને પ્રવિણસિંહ મનુભા જાડેજા મૂળ ગામ જેતપર-મચ્છુ મોરબી હાલ વાંકાનેર (રાજશક્તિ મેડિકલ સ્ટોર) નિવૃત પોલીસ કર્મચારીની આ બંને મિત્રોએ વાંકાનેરમાં ચાવડી ચોક અને જીનપરામાં રામમંદિર પાસે એમ બે જગ્યાએ પીવાના પાણીના બે આધુનિક પરબ બાંધ્યા અને આજે ત્રીજું પાણીનું પરબ વાંકાનેર માર્કેટ ચોક ખાતે વાંકાનેરના પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણીના હસ્તે જાહેર જનતા માટે ખુલ્લું મૂક્યું.

આ બંને મિત્રોએ આ પાણીના પરબ એકદમ આધુનિક અને કોર્પોરેટ કલ્ચરથી બનાવેલ છે. આ પાણીના પરબ એટલા સુંદર આયોજનબધ્ધ બનાવ્યા કે આ પાણીનાં પરબમાં ઓટોમેટીક મોટર અને ઓટોમેટીક ફ્રીજ બનાવેલ છે કે તેમાં કોઇ માણસની જરૂરિયાત રહેતી નથી. પાણી ભરવા માટે કે પાણીને ઠંડુ કરવા માટે કોઈ સ્વીચ દબાવવાની જરૂર નથી બધું આપોઆપ ઓટોમેટીક થાય છે ત્યાં સુધી કે લાઈટ પણ ચાલુ બંધ કરવાની જરૂરિયાત નથી સાંજે છ વાગે એટલે લાઇક ઓટોમેટિક ચાલુ સવારે છ વાગે એટલે લાઈટ ઓટોમેટિક બંધ ફ્રીજ પણ ઓટોમેટીક પાણીને ઠંડુ કર્યા બાદ બંધ થઈ જાય છે. આ ઉપરાંત પરબના બાજુમાં જ એક પાણીનો અવેળો પણ બનાવેલ છે જેથી કરી મનુષ્યતો પરબમાં પાણી પી શકે સાથોસાથ અવેડામાં પશુ પણ પોતાની તરસ બુઝાવી શકે.

- text

અત્યારના સમયમાં પૈસા વગર ક્યાંય કશુ નથી ત્યારે આ બંને મિત્રોએ ભેગા થઈ લોકોની વ્યથા સમજી અત્યાર સુધીમાં ત્રણ આધુનિક ઠંડા પીવાના પાણીના પરબ પોતાના ખર્ચે બનાવ્યાં છે અને ટૂંક સમયમાં ચોથું પરબ બનાવવાં તરફ પ્રયાણ કરી રહ્યા છે આશા રાખીએ આ બંને મિત્રોના ઉમદા વિચારો અન્ય ગામોમાં પણ અમલમાં આવે અને દરેક ગામમાં પીવાના પાણીની ફ્રિમાં વ્યવસ્થા થાય.

 

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text