વાવડી ગામે વિદ્યાર્થીઓનો ચક્કાજામ બાદ એસટી પ્રશ્નના ઉકેલની તંત્રની ખાતરી

- text


બગથળાથી બસ વહેલી ઉપડી જતી હોવાથી રઝળી પડતા વાવડી ગામના વિદ્યાર્થીઓએ ચક્કાજામ કરતા એસ ટી તંત્રએ નમતું જોખ્યું

મોરબી : મોરબીના વાવડી ગામે વિદ્યાર્થીઓએ આજે એસટી પ્રશ્ને ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો.બગાથળા ગામેથી એસટી બસ વહેલી ઉપડી જતી હોવાથી આ બસ વિદ્યાર્થીઓના સમયને અનુકૂળ કરવાની રજુઆત ધ્યાને ન લેવાતા વિદ્યાર્થીઓએ આજે ચક્કાજામ કરતા એસટી તંત્રને નમતું જોખવું પડ્યું હતું.

મોરબીના વાવડી ગામે રહેતા વિદ્યાર્થીઓ દરોજજ બગથળા ગામે અભ્યાસ કરવા માટે એસટી મારફત અપડાઉન કરે છે.પરંતુ બગથળા ગામેથઈ ઉપરથી આવતી એસટી બસ બપોરના પોણાબાર વાગ્યે ઉપડી જાય છે.જ્યારે વિદ્યાર્થીઓ શાળાએથી બપોરના સવા બાર વાગ્યે છૂટે છે.વહેલી બસ ઉપડી જવાને કારણે વાવડી ગામના વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે.આથી થોડા સમય પહેલા વિદ્યાર્થીઓએ એસટી તંત્રને રજુઆત કરી બસનો ઉપડવાનો સમય બપોરના 12-15 વાગ્યાનો કરવાની માંગ કરી હતી.પરંતુ એસટી તંત્રએ આ બાબતે જરાય ધ્યાન ન આપતા ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ આજે ચક્કાજામ કરી દીધો હતો. આશરે દોઢ કલાક ચક્કકાજમ કર્યા બાદ એસટી તંત્રએ વિદ્યાર્થીઓની માંગ મુજબ બસનો સમય કરવાની ખાતરી આપતા હાલના તબક્કે મામલો થાળે પડ્યો હતો.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text