ટંકારા : એમ.પી.દોશી વિધાલયનો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

- text


સમાજનો દરેક વર્ગ ઉચ્ચશિક્ષણ મેળવી શકે એવા ઉદેશથી કરાઈ હતી આ શાળાની સ્થાપના

ટંકારા : ટંકારાના લતીપર ચોકડી પાસે આવેલી મગનલાલ. પી. દોશી વિધાલય નામની ગ્રાન્ટેડ શાળાના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવા અને અન્ય છાત્રોને પ્રોત્સાહિત કરવાના ઉમદા આશયથી ૧ થી ૧૨ ધોરણ સુધીમા પહેલો,બીજો અને ત્રીજો નંબર મેળવેલ તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ તકે શાળાના છાત્રોએ સુંદર નાટક રજુ કર્યુ હતું.

ધોરણ ૧માં પિઠવા વિધી, ધોરણ ૨માં વડગામા અકસ’ ધોરણ૩મા ખાંભલા હિતાંશી, ધોરણ ૪મા પિઠવા ઓમ, ધોરણ ૫ મા નગોવાડીયા શ્રુતિ, ધોરણ ૬મા નીશા સાહીત્સા, ધોરણ ૭મા માડકિયા ધુર્વી’ ધોરણ૮મા શેઠ રીધ્ધી, ધોરણ ૯મા કારાવડીયા ભાવીક, SSC બોર્ડમાં ધેટીયા ગૌરવ, ધોરણ ૧૧આર્ટસમા દંતેસરીયા નિકીતા, ૧૧ કોમર્સમા કટારીયા ધ્વનિ જ્યારે H S C બોર્ડ આર્ટ્સમા વોરા સિમા અને કોમર્સમા મોદી આરતીએ પ્રથમ નંબરે ઉત્તીર્ણ થઈ શાળાનું ગૌરવ વધાર્યું હતું. જેનુ સર્વે વિદ્યાર્થીઓનું સન્માન કરી પ્રોત્સાહિત કર્યા હતા.

- text

આ તકે શાળાના ટ્રસ્ટી મંડળના મહેતા ભાઈ નવિનચંદ્ર, પુર્વ આચાર્ય પરમાર સાહેબ, દવે સાહેબ, મુકેશભાઈ માધાણી, વલ્લભભાઈ પટેલ, બચુભાઈ આશર સહીતના હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા કાસમ હિંગોળા, રમાબેન રાઠોડ સહીતના તમામ શિક્ષકો એ ભારે જહેમત ઉઠાવી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text